• કોંગ્રેસ પ્રભારી રધુ શર્માનાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર
  • જે પ્રિન્ટીંગ પ્રેસમાં પેપર છાપવામાં આવી રહ્યું છે તેની ભૂમિકા પણ સંદિગ્ધ છે ઃરધુ શર્મા
  • આ તમામની તપાસ હાઇકોર્ડનાં જજના સિંટીગ દ્વારા થવી જોઇએ


WatchGujarat.હેડ ક્લાર્ક પેપર લીક કાંડનો મુખ્ય આરોપી પકડાઇ જતા પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે. અને ત્યાર બાદથી લઇને બોર્ડના ચેરમેન અસિત વોરાના રાજીનામાની વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ગતરોજ અસિત વોરા સૌના આશ્રર્ચ વચ્ચે મુખ્યમંત્રીને મળ્યા હતા. આ મુલાકાતને તેઓએ શુભેચ્છા મલાકાત ગણાવી હતી. ત્યારે આમ આદમી પાર્ટી ભાજપ વિરૂદ્ધ કાર્યક્રમો અને ધરણાંઓ કરી રહી છે .ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ આ મામલે ભાજપને આડેહાથ લીધી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી ડો.રધુ શર્માએ હેડ ક્લાર્ક પેપર લીક કાંડ મામલે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

મિડીયા સાથે વાતચીત કરતાં કોંગ્રેસ પ્રદેશ પ્રભારી ડો.રધુ શર્માએ જણાવ્યું હતુ કે બેરોજગાર લોકો સાથે અન્યાય કરી રહી છે. તેઓએ કહ્યું ભાજપનાં જ પાર્ટી અધ્યક્ષ બોલે છે જે પણ ભરતી જશે તેમાં ભાજપનાં કાર્યકર્તાઓની ભરતી કરીશું અને જે પ્રિન્ટીંગ પ્રેસમાં પેપર છાપવામાં આવી રહ્યું છે તેની ભૂમિકા પણ સંદિગ્ધ છે. મોદીજી જે પુસ્તક લખે છે તે પણ ત્યાં છપાય છે દરેક પેપર ત્યાં છપાય છે આ તમામની તપાસ હાઇકોર્ડનાં જજના સિંટીગ દ્વારા થવી જોઇએ.અને આવનાર પેપર પણ હાઇકોર્ટના જજની દેખરેખમાં થાય તેવી માંગ કરી હતી.

ડો.રધુ શર્માએ જણાવ્યું હતુ કે જે મોટી માછલી છે તેના પર બીજેપી કાર્યવાહી કરતી નથી .તેને બચાવાનું કામ કરી રહી છે.વધુમાં ઉર્મેયુ ચેરમેન વિરૂદ્ધ બીજેપી કાર્યવાહી શા માટે નથી કરતી કારણ કે તેની પાર્ટીનો કાર્યકર્તા છે.આ સિવાય અન્ય નામાંકિત વ્યક્તિઓ જે બીજેપીની સાથે છે તેને બચાવવા માટે નાના માણસો વિરૂદ્ધ કાર્યવાહી કરે છે પરંતુ મોટી માછલીને કેમ પકડતી નથી ?

અત્રે ઉલ્લેખનીય છે કે ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગણ તેજ થઇ છે. જો કે, અસિત વોરાને સત્તાપક્ષનો ટેકો હોવાને કારણે તેમના રાજીનામા અથવા હકાલપટ્ટીની શક્યતાઓ હાલ તબક્કે નહિવત જેવી જોવા મળી રહી છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud