• ભરતી કૌભાંડ મામલે AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપો કરતા રાજકારણ ગરમાયું
  • રાજ્ય સરકારનો અભિગમ પારદર્શક પરીક્ષા લેવાનો છે : જીતુ વાઘાણી
  • “જે માહિતી હશે તે એકત્ર કરી ભુતકાળમાં પગલાં લીધા છે, તેવી રીતે આગામી સમયમાં પગલા લેવાશે”

Watchgujarat.હજુ તો રાજ્યમાં હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડ સમેટાયુ નથી ત્યાં ભરતી કૌભાંડ મામલે AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપો કરતા રાજકારણ ગરમાયું છે. આ સાથે જ યુવરાજ સિંહનાં સણસણતા સવાલોમાં રાજ્ય સરકાર ફસાઇ છે. જ્યારે સરકારે તાત્કાલિક એક મોટો નિર્ણય લીધો છે. અને ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના મામલે મમતા વર્માની અધ્યક્ષતામાં કમિટી બનાવી તપાસના આદેશ આપ્યાં છે. તો વળી આ મુદ્દા પર રાજ્યનાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી.

મિડીયા સાથે વાતચીત કરતાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે રાજ્યના 22 સેન્ટરો પરથી આજથી પરીક્ષા શરૂ થઈ છે અને 7 જાન્યુઆરી સુધી આ પરીક્ષા લેવાનારી છે. લગભગ 34 હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. મુંબઈની કંપની દ્વારા ભરતી થઇ રહી છે. આ જ કંપની રેલવે પોલીસ ભારત પેટ્રોલીયમ માટે પણ કામ કરે છે. ભરતી પ્રક્રિયા પારદર્શક બની રહે તે માટે જેટલા સેન્ટર છે ત્યાં સીસીટીવી અને વિડિયો ગ્રાફી ઉર્જા વિભાગ દ્વારા કરાયેલ છે.

તેમણે આજના આક્ષેપ વિશે જણાવ્યું હતું કે, જે માહિતી હશે તે એકત્ર કરી ભુતકાળમાં પગલાં લીધા છે, તેવી રીતે આગામી સમયમાં પગલા લેવાશે. યુવરાજ સિંહ દ્વારા ઓનલાઈન પરીક્ષામાં કૌભાંડ થયું હોવાના આક્ષેપ પર તેમણે જણાવ્યું હતું કે ઓન લાઇન પરીક્ષા હતી માટે જવાબ સાચા છે કે કેમ તે પણ ઉમેદવાર ઓનલાઇન જોઇ શકે છે. આજથી શરૂ થયેલી પરીક્ષામાં ગેરરીતીના આક્ષેપ છે તેની તપાસ કરાશે. ભરતીઓમાં કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ વચ્ચે અમે ઉર્જા મંત્રી સાથે આ અંગે વાત થઇ છે. આવતી કાલથી લેવાનાર બાકીની પરીક્ષામાં કોઇ ગેર રીતી ન થાય તે માટે પગલાં લેવાશે.

શિક્ષણમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતુ કે પરિક્ષામાં કોઇ પણ પ્રકારની ખામીઓ રહી જાય તો કોઇ પણ ધ્યાન દોરી શકે છે. રાજ્ય સરકાર તમામ બાબતે પગલા લેશે. વધુમાં કહ્યું હતુ કે યુવરાજસિંહ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે તેને આવકારુ છુ. રાજ્ય સરકારની આ મુદ્દે કામગીરી કરવાની ફરજ છે તે જરૂર પૂરી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે યુવરાજના આક્ષેપો બાદ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે, અને જો આક્ષેપ સાબિત થયા બાદ કસુરવારો સામે કાયદાકીય પગલા લેવાશે. બીજી બાજુ તેમણે ઉમેર્યું હતું કે અમે સુચનાઓ આપી છે તપાસ કરીને જે કસુરવાર હશે તેની સામે પગલાં લેવાશે. એક બે વ્યક્તિના કારણે તમામને દંડવા યોગ્ય નથી, બાકીની પરીક્ષા પારદર્શક રીતે લેવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉર્જામંત્રીને આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud