• અમરેલીમાં જાહેર સંબોધન દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સરકારી અધિકારીઓને ચીમકી
  • જનપ્રતિનિધિના ફોન ન ઉપડે તે ચલાવી નહિ લેવાય- સી.આર.પાટીલ
  • લાઠી તાલુકાના કાચરડી ગામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ફરિ એક વખત અધિકારીઓ પર નિશાન સાધ્યું છે
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ અંગે સૂચનો આપવા વિનંતી કરવામાં આવી હોવાનું સી.આર.પાટીલે જણાવ્યું

WatchGujarat. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા અનેક વખત સરકારી અધિકાઓને ચિમકી આપવામાં આવી છે. તાજેતરમાં જ તેમણે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ સૂચન આપ્યું હતું. આજે ફરી તેમનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખે ફરિ સરકારી અધિકારીઓ પર નિશાન સાધ્યું છે. આ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, સરકારી અધિકારીઓ જનપ્રતિનિધિના ફોન ન ઉપાડે તે ચલાવી નહિ લેવાય.

ભાજપ પ્રદેશ પ્રમુખે સરકારી અધિકારીઓ પર ફરિ એક વખત નિશાન સાધ્યું

આજે અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના કાચરડી ગામ ખાતે નૂતન વર્ષનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા. જેમાં સી.આર પાટીલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં સરકારી અધિકારીઓ પર પાટીલે નિશાન સાધતા કહ્યું કે, ‘મુખ્યમંત્રી દ્વારા તમામ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છેકે ચૂંટાયેલા દરેક ધારાસભ્યોના નંબર મોબાઈલમાં સેવ હોવા જોઈએ અને તેમના ફોન ઉપાડી તેમને મદદરૂપ થવું. તેમ છતાં અધિકારીઓ જનપ્રતિનિધિના ફોન ઉપાડતા નથી. જે ચલાવી નહી લેવાય.

સૌને સૂચના મળશે કે જન પ્રતિનિધિના ફોન ઉપાડવા પડશે – પાટીલ

સી.આર. પાટીલે કડક સ્વરમાં એમ પણ કહ્યું કે, તાલુકા પંચાયતજિલ્લા પંચાયતનગર પાલિકામહાનગર પાલિકામાં પણ અધિકારીઓ ચૂંટાયેલા જનપ્રતિતિનિધિઓના ફોન ઉચકતા નથી. હવે અમે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે અધિકારીઓ હજુ પણ જન પ્રતિનિધિઓના ફોન ઉપાડતા નથી. તમામને સૂચનાઓ મળશે બધાના ફોન ઉપાડવા પડશે. એટલું જ નહીં જનપ્રતિનિધિઓને યોગ્ય જવાબ પણ આપવા પડશે. પાટીલે પોતાના સંબોધનમાં કહ્યું કે, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના અધિકારીઓ ફોન નહિ ઉપાડે તો ચલાવી નહિ લેવાયઆ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જન પ્રતિનિધિ છે. લોકોના કામ માટે એમણે ફોન કરવા પડે અને જો કોઈ અધિકારી ફોન ન ઉંચકે એવું ચલાવી લે એવી ગુજરાત સરકાર નથી. 

Facebook Comments Box

Videos

Our Partners