• ગુજરાતના મહાનગરોમાં નોનવેજની લારીઓના મુદ્દાએ જોર પકડ્યું છે
  • અન્ય શહેરોની જેમ સુરતમાં પણ શું નોનવેજની લારીઓ હટાવવામાં આવશે કે કેમ તેવો પ્રશ્ન ઉભો થયો હતો
  • આ મામલે મનપાના ડેપ્યુટી આરોગ્ય કમિશ્નરે મહત્વનું નિવેદન આપ્યું
  • ઈંડા નોનવેજની લારીઓ સહિત રસ્તાઓ ફૂટપાથ પરથી તમામ દબાણો દૂર કરાશે-ડેપ્યુટી હેલ્થ કમિશનર 

WatchGujarat. ગુજરાતમાં હાલ નોનવેજની લારીઓનો મુદો ગાજ્યો છે. ત્યારે સુરતમાં શું નોનવેજની લારીઓ હટાવવામાં આવશે કે કેમ તે પ્રશ્ન ઉભો થયો હતો. ત્યારે આ મામલે મનપાના ડેપ્યુટી આરોગ્ય કમિશ્નર આશિષ નાયકે જણાવ્યું હતું કે ટ્રાફિકને અડચણ રૂપ કે પછી ઝીરો દબાણ પણ કોઈ પણ લારી હશે તે હટાવવામાં આવશે.

ગુજરાતમાં હાલમાં નોનવેજની લારીઓ હટાવવાનો મુદો ગાજ્યો છે. અમદાવાદ, રાજકોટમાં નોનવેજની લારીઓ હટાવવા સુચના આપી દેવામાં આવી છે. ત્યારે સુરતમાં નોનવેજની લારીઓ હટાવી લેવામાં આવશે કે કેમ તે પ્રશ્ન લોકોના મનમાં ઉભો થયો હતો. ત્યારે આ મામલે મનપાના ડેપ્યુટી આરોગ્ય કમિશ્નર આશિષ નાયકનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

આરોગ્ય ડેપ્યુટી કમિશ્નર આશિષ નાયકે જણાવ્યું હતું કે સુરતમાં રસ્તામાં ટ્રાફિકને અડચણ રૂપ કે પછી ઝીરો દબાણના રૂટ પર જો લારીઓ હશે તે જ હટાવવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવે છે. અને તપાસમાં જો કે લારી ગલ્લા પર અખાદ્ય પર્દાર્થનું વેચાણ કરતી કોઈ સંસ્થા ધાયને આવશે તો તે હટાવવામાં આવશે. તેઓએ સ્પસ્ટ કર્યું હતું કે ઝીરો દબાણ અને ટ્રાફિકને અડચણ રૂપ કોઈ પણ લારીઓ હશે તે દુર કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud