• સાતપુડા રેન્જમાં તુંગઈ પહાડીઓમાંથી ભવ્ય 182 મીટર ઊંચી સ્ટેચ્યુ ઑફ યુનિટી અને ચમકતા કેવડિયાનું આકર્ષક દૃશ્ય
  • રોશનીથી ઝગમઝગતી પ્રતિમા, ડેમ અને કેવડીયાના અન્ય આકર્ષણોનો એરિયલ નજારો

WatchGujarat. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તેંના 37 આકર્ષણો અને નર્મદા ડેમ હાલ કરોડોના ખર્ચે સ્થાપિત કરાયેલી લાઈટોથી ઝળહળી રહ્યો છે. ડેમ અને સ્ટેચ્યુ સાથે કેવડીયાના નાઈટ વ્યૂ નો 20 KM દૂર આવેલી તુંગઈ પહાડી પરથી લીધેલો એરિયલ વિડીયો સામે આવ્યો છે.

દેશ અને વિશ્વમાં હાલ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તેના પ્રવાસન આકર્ષણોને લઈ પસંદગીનું પહેલું ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. સ્ટેચ્યુ અને નર્મદા ડેમ ઉપર કરાયેલી આકર્ષક લેઝર લાઈટીંગ સાથે કરોડોના ખર્ચે અન્ય LED લાઈટના ઝગમગાટ વચ્ચે રાત્રે આ પ્રવાસન ધામનો નજારો અદભુત અને આકર્ષક બની રહ્યો છે. ત્યારે SOU થી 20 કિલોમીટર દૂર સાતપૂડાની ગિરિમાળામાં આવેલી તુંગઈ પહાડી ઉપરથી લેવાયેલો કેવડિયા પરિસર, SOU અને નર્મદા ડેમનો રાતના નજારાનો મનમોહી લેતો વિડીયો સામે આવ્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમના MD અને એડિશનલ ચીફ સેક્રેટરી ડો. રાજીવકુમાર ગુપ્તાએ આ વીડિયો ટ્વીટર ઉપર શેર કરી સાતપુડાની રેન્જ પરથી ચમકતું ભવ્ય કેવડીયાની રાત્રી સુંદરતા વર્ણવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud