watchgujarat: Mysterious Creature Found on Beach: દુનિયા (world)માં લાખો અને કરોડો પ્રકારના જીવો રહે છે, જેમાંથી કેટલાક તો માણસો પણ જાણતા નથી. આવો જ એક જીવ ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે જોવા મળ્યો હતો. આ રહસ્યમય જીવને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં એક વ્યક્તિને દરિયાના કિનારે એક એવું વિચિત્ર પ્રાણી જોવા મળ્યું, જે ભાગ્યે જ આજ સુધી જોવા મળ્યું છે. તેના શરીરનો આકાર જોઈને ત્યાંના વ્યક્તિઓએ તેને એલિયન કહી રહ્યા છે કારણ કે તેને આ પહેલા આવું કોઈ પ્રાણી જોયું નથી.

અહીં જુઓ Video:

https://www.instagram.com/reel/Cbr1F0ljeK2/?utm_source=ig_web_copy_link

આ જીવને સૌપ્રથમ એલેક્સ ટેન (Alex Tan) નામના વ્યક્તિએ જોયો હતો, જેણે પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પરથી આ પ્રાણીનો વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કરતી વખતે તેને કેપ્શનમાં લખ્યું, ‘મને એક ખૂબ જ વિચિત્ર વસ્તુ મળી. આ લગભગ તે વસ્તુઓમાંથી એક છે જેને લોકો અત્યાર સુધી એલિયન્સ કહે છે. આ એક મૃત પ્રાણીનું શબ છે, જેનું મૃત્યુ થોડા દિવસો પહેલા થયું હોવું જોઈએ, કારણ કે શરીર સંપૂર્ણપણે ફૂલેલું છે. એલેક્સ પોતે પણ તેને જોઈને ચોંકી ગયો. તેણે આ જીવને ઓળખવા માટે લોકોની મદદ પણ માંગી છે.

એલેનને એક પ્રાણી મળ્યું છે, તેના ચાર પગ છે. માથામાંથી લગભગ તમામ માંસ નીકળી ગયું છે અને ખોપરી દેખાઈ રહી છે. એક પૂંછડી છે અને આખું શરીર ફૂલેલું છે. જોવામાં આ એક ક્રોલિંગ પ્રાણી જેવો દેખાય છે. જીવના આખા શરીર પર વાળ નથી. તમને જણાવી દઈએ કે આ વિચિત્ર પ્રાણી ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં ઓસ્ટ્રેલિયન સનશાઈન કોસ્ટ (Australia’s Sunshine Coast) પર જોવા મળ્યું છે.

જણાવી દઈએ કે આ પહેલા પણ ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે આવા ઘણા વિચિત્ર જીવો જોવા મળ્યા છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ છે. ઘણી વખત આ જીવોને ઓળખી પણ ન શક્યા નહિ.

Facebook Comments Box

Videos

Our Partners