• યુવતી હાથમાં બંદુક સાથે નેશનલ હાઈવે પર નીકળી હોવાનો વિડીયો
  • આ વિડીયો પોરબંદર જિલ્લાનો હોવાનું અનુમાન
  • આગળ પોલીસની કાર જાય છે, પાછળ યુવતી રિવોલ્વરથી વિડીયો બનાવ્યો

 WatchGujarat.આજની યુવા પેઢી પાસે ઘાતક હથિયારો લાવવા એ તો જાણે સામાન્ય બાબત હોય તેવુ લાગી રહ્યુ છે કારણ કે ઘાતક હથિયારોથી નાની બાબતમાં હત્યા કરી નાખે છે અથવા તો પોતાનું સ્ટેટસ બતાવવા માટે સોશિયલ મિડીયામાં રિલ અને વિડીયો બતાવતા થયા છે. કાયદો કે પોલીસનો ડર રાખ્યા વિના બંદૂક રાખીને સોશિયલ મિડીયામાં વિડીયો બનાવી પોસ્ટ કરતા હોય છે. ત્યારે આવો જ એક વિડીયો હાલ સોશિયલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવતી હાથમાં બંદૂક લઇને જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ વાયરલ થયેલો વિડીયો પોરબંદરનો હોવાનું અનુમાન છે. એક યુવતી હાથમાં બંદુક લઈને નેશનલ હાઈવે પર નીકળી અને કારમાંથી ઉતરીને બંદૂક સાથે વિડીયો બનાવે છે. ખાસ વાત એ છે કે  આગળ પોલીસની કાર જાય છે, પાછળ યુવતી હાથમાં રિવોલ્વર લઈ ઈન્ટરનેટ પર છવાઈ જવા વિડીયો બનાવે છે.

એક યુવતી હાથમાં બંદુક લઈને નેશનલ હાઈવે પર નીકળી હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. યુવતી એક ઉભેલી કારમાંથી નિકળી છે હાથમાં બંદૂક છે અને વિડીયોનાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં હિન્દી ફિલ્મ ખલનાયકનું સોંગ વાગી રહ્યું છે. આ વિડીયો પોરબંદર જિલ્લાનો હોવાનું અનુમાન છે. વાયરલ થયેલા વિડીયોને લઈને એવી પણ ચર્ચા છે કે, વિડીયો દ્વારકા-સોમનાથ હાઈવે પર બનાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, યુવતીના હાથમાં જે બંદુક છે તે ખરેખરમાં અસલી છે કે નકલી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. વળી આ બંદુક લાયસન્સવાળી છે કે નથી એ પણ હજુ સુધી જાણી શકાયુ નથી.

નોંધ : WatchGujarat.com વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી.

Facebook Comments Box

Videos

Our Partners