પોલીસે મુળ યુપીના અલીગઢના અને હાલ રાજકોટના જંગલેશ્વરમાં રહેતા બે શખ્સોને શાપર-વેરાવળમાંથી ઝડપી લીધા
બન્ને પાસેથી જુદા જુદા પ્રકારની રૂા.70 હજારની કિંમતની 4.708 કિલોગ્રામ ધાતુ કબ્જે
આ બન્ને શખ્સો બીએસ6 એન્જીન વાળી ફોર-વ્હીલર ના સાયલેન્સર માંથી કેથલીક ક્ન્વર્ટરની ચોરી કરતા હતા
WatchGujarat.રૂરલ એલસીબીએ વિચિત્ર ચોરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ બીએસ-6 એન્જીન ધરાવતી કારના સાયલેન્સરમાંથી કેથલીક ક્ન્વર્ટરની ચોરી કરતા હતા. પોલીસે મુળ યુપીના અલીગઢના અને હાલ રાજકોટના જંગલેશ્વરમાં રહેતા બે શખ્સોને શાપર-વેરાવળમાંથી ઝડપી લીધા છે. બન્ને પાસેથી જુદા જુદા પ્રકારની રૂા.70 હજારની કિંમતની 4.708 કિલોગ્રામ ધાતુ કબ્જે લેવામાં આવી છે.
શાપર-વેરાવળમાં બે શકમંદો બીએસ-6 એન્જીન ધરાવતી કારના સાયલેન્સરમાં ચોરી કરેલ ધાતુ વેચવા આવ્યા હોવાની માહિતી એલસીબીના રવિદેવભાઈ બારડ, પ્રકાશભાઈ પરમાર, નેમીષભાઈ મહેતાને મળી હતી. જેના આઘારે દરોડો પાડી મૂળ ઉત્તર પ્રદેશના અલીગઢ જીલ્લાના આતરોલી તાલુકાના નરૂપરા કટકાના રેહવાસી અને હાલ રાજકોટ જંગલેશ્વરમાં રહેતા 22વર્ષીય સાનુ સમસાદ તોમદ અને 21વર્ષીય સિકંદર અફલાતુનભાઇ અલીઅહેમદ તોમદની ધરપકડ કરી છે. અને ફોર-વ્હીલરના બી.એસ.6 એન્જીનના ચોરાઉ સાયલેન્સરમાંથી પ્લેટેનીયમ તથા અન્ય ધાતુથી બનેલ કેટેલીટીક ક્ન્વર્ટર માંથી કાઢેલ ધાતુ જેનુ વજન 4.708 કી.ગ્રામ જેની આશરે કિ.રૂ.70,000/- મળી કુલ રૂ.76,500 નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ શરૂ કરી હતી.
પોલીસ પૂછપરછમાં જણવા મળ્યું કે આ બન્ને શખ્સો બીએસ6 એન્જીન વાળી ફોર-વ્હીલર ના સાયલેન્સર માંથી કેથલીક ક્ન્વર્ટરની ચોરી કરતા ક્ન્વર્ટરની અંદર રહેલ કિંમતી ધાતુ/ભુકી કાઢી લઈ તેની મિશ્ર ધાતુ ખરીદી તેને પ્રોસેસ માટે હરીયાણા રાજ્યમાં મોકલી તેમાંથી પ્લેટીનીયમ, પેલેડીયમ તથા રોડીયમ જેવી કિંમતી ધાતુઓ અલગ કરી બજારમાં ઉંચા ભાવે વેચતા, બંને આરોપીઓ ઘણા સમયથી જંગલેશ્વર વિસ્તારમાં રહે છે. આ સમય દરમ્યાન બીજા કોઈ ગુનાઈત કૃત્યો કર્યા છે કે કેમ તે સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.