• મુખ્યમંત્રીએ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી જાહેર કરી
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટી ખાતે એક્ઝિબિશનનો પ્રારંભ કરાવ્યો
  • અમદાવાદમાં ICAI-2022 એક્ઝિબિશનમાં 54 યુનિવર્સિટી-સંસ્થાઓએ સ્ટોલ પ્રદર્શિત કર્યા

Watchgujarat.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP 2.0)નું અનાવરણ કર્યું હતું. અમદાવાદની સાયન્સ સીટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ-2022ના ભાગરૂપે આયોજિત બે દિવસીય ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન’ અંતર્ગત યોજાયેલા રાજ્યની ઉચ્ચ શિક્ષણની અગ્રણી સંસ્થાઓ તેમજ યુનિવર્સિટીના એક્ઝિબિશનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમીક ઈન્સ્ટીટ્યુસન્સ (ICAI-2022) ના ઉદઘાટન પ્રસંગે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP 2.0)નું અનાવરણ કર્યું હતું. આ એક્ઝિબિશનમાં 54 જેટલી યુનિવર્સિટી-સંસ્થાઓના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ નવી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલીસીને વધુ પાંચ વર્ષ માટે અમલમાં મુકવામાં આવી છે.

આ કાર્યક્રમમાં છેલ્લા 5 વર્ષમાં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને સમગ્ર રાજ્યમાં ઇનોવેશન પ્રક્રિયા અને સ્ટાર્ટ-અપ વિશે મૂળભૂત જાગરૂકતા માટેની માહિતી આપવામાં આવી છે.રાજયભરમાં SSIP અંતર્ગત 5593 જેટલા અવરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યા છે.SSIP એ સમગ્ર દેશમાં એકમાત્ર પોલીસી છે જેનો ઉદ્દેશ્ય મોટા પાયે વિદ્યાર્થી ઈનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને પોષણ આપવા અને સમર્થન આપવાનો છે. છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાષ્ટ્રમાં સ્ટાર્ટઅપ પર્ફોર્મન્સ રેન્કિંગમાં ગુજરાત નંબર 1 પર છે. આ રેન્કિંગમાં, ભારત સરકારે શિક્ષણ વિભાગના SSIP દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને યોગદાનને વિશેષરૂપે સ્વીકાર્યું છે અને પ્રશંસા કરી છે.

પોલીસીની લાક્ષણિકતાઓ

-રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં કાર્યાત્મક ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના
-1000 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને 10,000 સ્કૂલોના 50 લાખ વિદ્યાર્થીઓને ઇનોવેશન અને ઉદ્યો-કન્સેપ્ટસ ( ગસાહસિકતા માટે જાગૃત કરાશે.
-વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 10,000 પ્રુફ-ઓફ કન્સેપ્ટ્સ(pocs/પ્રોટોટાઇપ)ને સહાય
-શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવનાર 1000 પ્રુફ-ઓફ-કન્સેપ્ટસ (pocs/પ્રોટોટાઇપ)ને સહાય
-વિદ્યાર્થીઓને 5000 IP ફાઇલિંગ માટે સહાય
-500 શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને આવરી લઇને લાભાર્થીઓ માટે એક મજબૂત પ્રિ-ઇન્ક્યુબેશન સપોર્ટ સિસ્ટમનું નિર્માણ
-1500 વિદ્યાર્થી સ્ટાર્ટ- અપ્સ અને હાલના સ્ટાર્ટ-અપ્સને અપસ્કેલ કરવા.
-i-Hub પર 500 સ્ટાર્ટ-અપ (ભૌતિક અને વર્ચ્યુઅલ) ઇન્ક્યુબેટ કરવા.
– i-Hub ખાતે સ્ટાર્ટ-અપ સૃજન સીડ સપોર્ટ હેઠળ 500 સ્ટાર્ટ-અપને સહાય.

લક્ષ્ય હાંસલ કરવા માટે આપનારા પ્રોત્સાહનો….

– યુનિવર્સિટીઓ ઇનોવેશન માટે આગામી પાંચ વર્ષમાં 5 કરોડ સુધીનો લાભ મેળવી શકે છે.
– સંસ્થાઓ ઈનોવેશન અને સ્ટાર્ટ-અપ પ્રવૃત્તિઓને ટેકો આપવા પાંચ વર્ષમાં 2 કરોડ સુધીનો લાભ
– સ્ટાર્ટઅપ/ઇનોવેશન માટે મહત્તમ 10 લાખ રૂપિયા સુધીના સ્ટાર્ટઅપ્સને સીડ ગ્રાન્ટ
– ઈનોવેટર્સ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને 2.5 લાખ સુધીનો સપોર્ટ.

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસીની ઉપલબ્ધિઓ

– રાજ્યની 186 સંસ્થાઓ/યુનિવર્સિટીઓનો SSIP ગ્રાન્ટી સંસ્થા તરીકે સમાવેશ કરેલ છે.
– આજ સુધીમાં વિદ્યાર્થીઓ દ્વારા 2132 સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવેલ છે.
– વિદ્યાર્થીઓ દ્વારા 1122 જેટલી પેટન્ટ ફાઈલ કરવામાં આવી છે
– વિદ્યાર્થીઓના 6376 જેટલા પ્રૂફ ઓફ કોન્સેપ્ટ પ્રોજેકટનું નિર્માણ થયું

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud