• જીવનાં જોખમે વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરિક્ષા
  • યુનિવર્સિટીના અધિકારીઓને કોઇ પણ જાતની નથી ચિંતા 
  • વિદ્યાર્થી સેના દ્વારા ન્યાયિક તપાસની માંગ કરાઇ

WatchGujarat. ગુજરાત યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ માટેનું સંચાલન કરતી એક સંસ્થા છે. ભારત દેશની સૌથી શ્રેષ્ઠ અને બહુમુખી ઉચ્ચ શિક્ષા સંસ્થાઓમાંથી એક છે.અહીં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી રોલવાલા કમ્પ્યુટર સેન્ટરમાં જર્જરીત છત નીચે બેસીને વિદ્યાર્થીઓ પરિક્ષા આપી રહ્યા છે. અહી જીવના જોખમે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ મજબુર બન્યા છે. જો કે 3 વર્ષ પહેલા રિનોવેશન કરાયું હોવા છતાં ફરી જર્જરિત હાલમાં વર્ગખંડ થઇ ગયો છે.

જે વર્ગમાં બેસીને વિદ્યાર્થીઓ પરિક્ષા આપી રહ્યા છે તેની છતમાંથી ગમે તે સમયે પોપડા ખરી પડે એવી સ્થિતિ છે.છતાં તંત્ર તથા ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓને કોઇ પણ જાતની ચિંતા નથી. જો કે યુનિવર્સિટી કેમ્પસમાં ત્રણ વર્ષ પહેલાં જ રોલવાલા કમ્પ્યુટર સેન્ટરનું રીનોવેશન કરાયું હતુ.પણ આજે ફરી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવતા વર્ગખંડ જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો.વિદ્યાર્થીઓ ભયનાં ઓથાર હેઠળ પરીક્ષા આપી રહ્યા છે. તથા વિદ્યાર્થી સેના દ્વારા ન્યાયિક તપાસની માંગ કરાઇ છે તેમજ જર્જરિત બિલ્ડિંગનાં રીનોવેશન માટે લાખોનો ખર્ચ કરવા છતાં અનેક કામગીરીઓ અને ખર્ચ પર સવાલ ઉભા થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતમાંથી તથા દેશના વિવિધ શહેરમાંથી પણ અભ્યાસ માટે આવે છે.તેવામાં પરિક્ષા જર્જરિત વર્ગમાં બેસીને આપવા વિદ્યાર્થીઓ મજબૂર થતાં ચર્ચાનો વિષય બન્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud