પારૂલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો
વધતાં કેસ વચ્ચે પણ ઓફલાઇન શિક્ષણનો આગ્રહ હોવાથી રોષ
ઓનલાઇન શિક્ષણ આપવાનો પારૂલ યુનિવર્સિટીનો ઇનકાર
4 પોઝીટીવ કેસ આવતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ
Watchgujarat.રાજ્યમાં કૂદકેને ભૂસકે કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. જ્યાં સ્કૂલ કોલેજમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થતા અમુક સ્કૂલ બંધ કરવાનો વારો આવ્યો છે જ્યારે વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં 4 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવવા છતાં મેનેજમેન્ટ દ્વારા ઓફલાઇન શિક્ષણ આપવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. જેના વિરોધમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
https://youtu.be/-WAcAJFMfqA
મળતી માહિતી મુજબ પારૂલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો કર્યો હતો. વધતાં કેસ વચ્ચે પણ ઓફલાઇન શિક્ષણનો આગ્રહ હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. ઓનલાઇન શિક્ષણ આપવાનો પારૂલ યુનિવર્સિટીનો ઇનકાર કર્યો છે જ્યારે 4 પોઝીટીવ કેસ આવતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળતા વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણની માંગ કરી રહ્યા છે. પરંતુ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન શિક્ષણ ન કરાતા આજે મોટી સંખ્યામાં યુનિવર્સિટીનાં કેમ્પસમાં સુત્રોચ્ચાર કરતાં નજરે પડ્યા હતા. તમે વિડીયોમાં જોઇ શકો છો કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ જોતા લાગે છે કોરોના આમાંથી જ જન્મ લેશે. કારણ કે અહીં સોશ્યિલ ડિસ્ટન્સ જેવુ તો કંઇ દેખાતું જ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે વધતાં કોરોના વચ્ચે જ્યારે ઓનલાઇન શિક્ષણ કરવામાં આવ્યું જેની ઘણી આડઅસર પણ બાળકો પર પડી રહી છે. જ્યારે કોરોના કેસમાં ઘટાડો થતા સ્કૂલ-કોલેજ ફરી શરૂ કરતા વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણ લેતા થયા હતા. પરંતુ ફરી કોરોનાએ માથુ ઉચકતા વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે ત્યારે ઓફલાઇન શિક્ષણ કરવું કે ઓનલાઇન તેને લઇને સત્તાધીશો ખુદ મુંઝવણમાં મૂકાયા છે. આ કોરોનાથી બચવા માટે જે ભીડ ભેગી થઇ છે એ ભીડ ક્યાંય કોરોનાને આમંત્રણ ન આપે. હવે જોવું રહ્યું છે પારૂલ યુનિવર્સિટીનાં મેનેજમેન્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે.