સુરતમાં યુવકનો ખંજર લઈને ડાન્સ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
વાયરલ વિડીયો ગોડાદરા વિસ્તારનો હોવાનું સામે આવ્યું
પોલીસે ખંજર લઈને ડાન્સ કરી રહેલા વ્યકિતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
WatchGujarat. સુરતમાં યુવકનો ખંજર લઈને ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો હતો. ગોડાદરા વિસ્તારનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં પોલીસે ખંજર લઈને ડાન્સ કરી રહેલા વ્યકિતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
https://youtu.be/iu6ddeRZ8OI
સુરતમાં ભૂતકાળમાં તલવાર વડે કેક કાપતા વિડીયો પણ વાયરલ થયા છે. ત્યારે હવે સુરતના શોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવક હાથમાં ખંજર લઈને ડાન્સ કરી રહ્યો છે. આ વિડીયો ગોડાદરા વિસ્તારનો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક ખંજર લઈને ડાન્સ પાર્ટીમાં જુમી રહ્યો છે. તેની સાથે અન્ય લોકો પણ ડાન્સ કરી રહ્યા છે. ગોડાદરાના વૃંદાવન નગરમાં યોજાયેલી બર્થ ડે પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
આ ઘટનામાં તપાસ કરી રહેલી પોલીસે મિતેશ નામના યુવકની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં તેની ભત્રીજીની બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેના મિત્રો સાથે ડીજે પાર્ટીમાં તે ખંજર લઈને ડાન્સ કરતો હતો.
વાયરલ થયેલા વિડીયોમાં કોરોનાની ગાઈડલાઈનના પણ ધજાગરા ઉડ્યા હતા. અહી હાજર લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. આ ઉપરાંત જાહેરનામાંનો પણ જાહેરમાં ભંગ થયો હતો. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.