• સુરતના ઉન અને ભેસ્તાન વિસ્તારમાં ત્રાહિમામ મચાવનાર વાંદરાનું રેસ્ક્યુ કરાયું
  • વાંદરો વિસ્તારમાં રહેતા લોકોને બચકા ભરી હેરાન કરતો
  • કંટાળીને લોકો દ્વારા નેચર ક્લબ અને ફોરેસ્ટ વિભાગમાં ફરિયાદ કરાઈ
  • વનવિભાગની ટીમ દ્વારા વિસ્તારમાં પાંજરા ગોઠવીને સફળતા પૂર્વક વાંદરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

WatchGujarat. સુરતના ઉન અને ભેસ્તાન વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી આતંક મચાવનાર કપિરાજનું વનવિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વિસ્તારના અનેક લોકોને વાંદરાએ બચકા ભરી હેરાન કર્યા હતા. જેથી કંટાળીને લોકોએ નેચર ક્લબ અને ફોરેસ્ટ વિભાગમાં ફરિયાદ કરી હતી. જે બાદ આ વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા અને વાંદરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

સુરત શહેરના ઉન અને ભેસ્તાન વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી એક વાંદરો આવી ચડ્યો હતો. કોઈ કારણોસર આ વાંદરો સ્થાનિકોને બચકા ભરી રહ્યો હતો. લોકોને ઈજા પહોચાડતો હોવાથી આ વિસ્તારમાં લોકોમાં ભય જોવા મળ્યો હતો. દિવસે જ નહી પણ રાત્રી દરમ્યાન પણ અચાનક આવી બચકા ભરતો હોવાની ફરિયાદ ઉઠી હતી. સ્થાનિકોએ આ અંગે વન વિભાગ અને નેચર ક્લબને ફરિયાદ કરી હતી. જેથી તેઓએ અલગ અલગ ટીમ બનાવીને આ વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા હતા. પરંતુ વાંદરો નાસી છુટવામાં સફળ રહતો હતો. પરંતુ આખરે વાંદરાનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. વાંદરાને ઈજા હોવાથી તેને સારવાર કરાવી વન વિભાગમાં છોડી મુકવામાં આવશે.

ફોરેસ્ટ ઓફિસર નીતિનભાઈએ જણાવ્યું હતું કે ભેસ્તાન તેમજ ઉન વિસ્તારમાં એક વાંદરો લોકોને બચકા ભરે છે તેવી ફરિયાદ ઉઠી હતી. જેને લઈને આ વિસ્તારમાં ટીમ બનાવી વાંદરાને રેસ્ક્યુ કરવા માટે બે પીંજરા ગોઠવ્યા હતા. તેમ છતાં વાંદરો પકડવામાં આવતો ન હતો. અને આખરે વાંદરાને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. અને તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. લોકો અને વાંદરાને નુકશાન ન થાય તે માટે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners