• કાર્તિકી પૂનમના દિવસે સોમનાથ મંદિર રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
  • આજે દેવદિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમાએ એક અલૌકિક ઘટના બનશે, જેમાં ભક્તોની રહેલી છે અનોખી આસ્થા
  • આ અલૌકિક ઘટનાને જોવા માટે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટશે
  • દેવદિવાળીની રાત્રે એવો કુદરતી સંયોગ રચાશે જેના દર્શનનો લાભ ભાવિક ભક્તો લેશે

WatchGujarat. સોમનાથ મહાદેવના મંદિરમાં આજે રાત્રે 12 વાગ્યે એક એવી અલૌકિક ઘટના બનશે કે જેને જોવાથી શિવભક્તો અનોખી ધન્યતા અનુભવશે. આપણે સૌ જાણીએ છે કે ભૂગોળશાસ્ત્રમાં એવી અનેક ઘટનાઓ બને છે જેને લોકો શ્રદ્ધાની નજરે જોતા હોય છે. આજે કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવદિવાળીના પર્વ પર આવી જ એક ઘટના બનાવ જઈ રહી છે. જેનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે. જેથી જ આજે કાર્તિકી પૂનમના દિવસે સોમનાથ મંદિર રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.

સોમનાથ મંદિર ખાતે કાર્તિકી પૂર્ણીમાંની ઉજવણી થાય છે. કાર્તિકી પૂર્ણિમાને લોકો ત્રિપુરારી પૂનમ તરીકે પણ ઓળખે છે. જેમાં ભક્તો મોટી સંખ્યામાં રાત્રે 12 વાગ્યે સોમનાથમાં મહાઆરતી અને મંદિરના માથે બિરાજતા ચંદ્રના દર્શન કરવા માટે આવે છે. ભાવિક ભક્તો રાત્રે મહાઆરતી અને ત્યારબાદ રાત્રિના 12 વાગ્યે ચંદ્રમા શિવાલયનું મહામેરૂ શિખર અને શિવલીંગ એકજ સીધી લીટીમાં આવતા કુદરતી સંયોગ રચાશે. આ દર્શનનો લાભ ભાવિક ભક્તો લેશે.

શું છે કાર્તિક પૂર્ણિમાનું મહત્વ

દર વર્ષે એક વાર આવો સંયોગ બને છે જે વાસ્તવમાં ભૂગોળ શાસ્ત્રની એક ઘટના છે, પણ શ્રદ્ધાળુઓને તેને આસ્થાની નજરે નિહાળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુરાણોમાં દેવોની દિવાળી તરીકે આ રાત્રીની ઉજવણી થતી હોવાનું જણાવ્યું છે. આ દિવસે ભગવાન શિવજીએ ત્રિપુરા નામના રાક્ષકનો વધ કર્યો હતો. ઉપરાંત કાર્તિકી પૂનમના દિવસે ખાસ ભગવાન સોમનાથ ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. શાસ્ત્રોક્ત રીતે જ્યારે ચંદ્ર માં ભગવાન ભોળાનાથ ઉપર બિરાજે છે ત્યારે થોડીક ક્ષણો માટે અમૃતની વર્ષા થતી હોવાની આસ્થા છે.

મહત્વનું છે કે ભૂગોળશાસ્ત્રમાં કાર્તિકી પૂનમના દિવસે રાત્રે 12 વાગ્યે કૃતિકા નક્ષત્રમાંથી ચંદ્ર પસાર થાય છે. વર્ષમાં એક જ વખત ભગવાન સોમનાથ ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. રાત્રે 12 ના ટકોરે આ દ્રશ્ય અલૌકિક તેમ જ અદ્ભુત બને છે. છેલ્લા કેટલાંય વર્ષો અનેક શિવભક્તો દૂર-દૂરથી આ મધ્ય રાત્રિએ સોમનાથ ખાતે અચૂક આવે છે. ત્યારે ગુજરાતના સોમનાથ મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જામે છે.

કાર્તિકી પૂનમે થાય છે ખાસ મેળાનું આયોજન

આ અંગે મળતી વિગતો અનુસાર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિકી પૂનમના પાંચ દિવસીય ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાનું આયોજન વર્ષ 1955થી થતું આવ્યું છે. જોકે 66 વર્ષમાં ત્રણ વખત મેળાને રદ કરવાની ફરજ પડી છે. જેમાં ભારત અને ચીન વચ્ચે થયેલા યુદ્ધના સમયે આ મેળાને રદ કરવો પડ્યો હતો. આ સાથે વર્ષ 2020 અને 2021 દરમિયાન કોરોના સંક્રમણને કારણ કાર્તિકી પૂનમના મેળાને રદ કરવાની ફરજ પડી રહી છે. આ વર્ષે પણ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું નથી. પરંતુ સોમનાથ મંદિરના દ્વાર રાત્રે 12 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લા મુકાયા છે.

Facebook Comments Box

Videos

Our Partners