• સુરતમાં પાંચમાં માળની અગાસીથી નિચે પડતા એક માસુમ છ વર્ષીય બાળક મોતને ભેટ્યો
  • બાળક પતંગ ચગાવવા અગાસી પર ગયો હતો
  • એકનો એક દિકરો ગુમાતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયુ હતું

WatchGujarat. સુરતમાં ઉતરાયણ પર્વ પહેલા લોકો અને વાલીઓ માટે લાલ બતી સમાન કિસ્સો સામે આવ્યો છે. અડાજણ વિસ્તારમાં પતંગ ચગાવવા ગયેલું બાળક નીચે પટકાતા મોતને ભેટયું હતું. આ ઘટનાને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું.

ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરંતુ ઉતરાયણ પર્વ દરમ્યાન અગાસી પરથી પટકાવવાના, ગળા કપાવવાના બનાવો સામે આવી રહ્યા છે. પરંતુ સુરતમાં એક એવી ઘટના સામે આવી છે. જે લોકો અને વાલીઓ માટે લાલ બતી સમાન છે. અડાજણ પાલ રોડ પર નીલકંઠ એવન્યુ આવેલું છે. અહી હિરેનભાઈ પટેલ પત્ની અને બાળકો સાથે રહે છે. અને પોતે મદદનીશ પ્રાધ્યાપક છે. તેઓનો 6 વર્ષીય અને ધો. 1માં અભ્યાસ કરતો પુત્ર તનય મિત્રો  અને બહેન સાથે અગાસી પર પતંગ ચગાવી રહ્યો હતો. આ દરમ્યાન તે એકાએક ૫માં માળની અગાસી પરથી નીચે પટકાયો હતો. આ ઘટનાને લઈને ત્યાં નાસભાગ મચી જવા પામી હતી. ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકને મૃત જાહેર કરાયો હતો.

બાળકના પિતા હિરેનભાઈએ જણાવ્યું હતું કે તનય ધો. 1 માં અભ્યાસ કરતો હતો. પતંગની જીદ કરતા તેની માતાએ પતંગ લઇ આપ્યો હતો. અને તે તેના બાળમિત્રો સાથે પતંગ ચગાવી રહ્યો હતો અને ત્યારે આ ઘટના બની હતી.  પહેલી વાર તેને પતંગ લઇ આપ્યો હતો અને તેના જીવન દોર તૂટી ગયી છે. ઘરે પત્નીને હજુ આ ઘટનાની ખબર નથી પાડવા દીધી કે આપણો તનય હવે નથી રહ્યો. મને ખબર નથી કે હું તેને આ વાત કેવી રીતે કરીશ. મારી પત્નીને તો હજુ એમ જ છે કે અમારો તનય સારો છે અને હોસ્પિટલમાં છે. પરંતુ જયારે તેને ખબર પડશે ત્યારે તેને કેવી રીતે સંભાળીશ. મારું મન જ જાણે છે. હું આખી રાત દીકરાના મૃતદેહ સાથે કેમ રહ્યો છું, બીજી તરફ આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners