સુરતના વરાછા ઘનશ્યામ નગરમાં રહેતા રામબરન ધંતરામ કુસ્વાહ હીરા ઘસવાનું કામ કરતા તે સમયે આરોપી 1999 માં તેની આસપાસ રહેતા હતા
દરમ્યાન રામબરન અને આરોપીઓ દુરના સબંધિત મામા ભાણેજ થતા હોય તેઓનો વતનમાં આવેલી જમીન બાબતમાં ઝગડો તકરાર ચાલતી હતી
અદાવત રાખી હાલમાં પકડેલા આરોપીએ ગોકુલ ભાણાભાઈ ભરવાડ અને ભરત ઉર્ફે ગોપાલ રામસિંગ રાઠોડનોએ રામબરનનું અપરહણ કરી માર મારવા માટે 20 હજાર રૂપિયામાં સોપારી આપી
WatchGujarat. વર્ષ 1999માં અપહરણ કરી માર મારવા માટે સોપારી આપવાના ગુનામાં 22 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મધ્ય પ્રદેશના મુરેના ખાતેથી આરોપીને ઝડપી પાડ્યા હતા
ડીસીબી પોલીસે બાતમીના આધારે મધ્યપ્રદેશના મુરેના જીલ્લામાં આવેલા તરેણી ગામ ખાતેથી આરોપી હોતમસિંગ ઉર્ફે ગૌતમસિંગ રતનસિંગ કુસ્વાહ, શ્રીકૃષ્ણસિંગ રતનસિંગ કુસ્વાહ તથા રામરૂપ રતનસિંગ કુસ્વાહને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની કડક પૂછપરછમાં જાણવા મળ્યું હતું. સુરતના વરાછા ઘનશ્યામ નગરમાં રહેતા રામબરન ધંતરામ કુસ્વાહ હીરા ઘસવાનું કામ કરતા હતા. તે સમયે આરોપી 1999 માં તેની આસપાસ રહેતા હતા. અને બધા જ હીરા ઘસવાની મજુરી કરતા હતા. આ દરમ્યાન રામબરન અને આરોપીઓ દુરના સબંધિત મામા ભાણેજ થતા હોય તેઓનો વતનમાં આવેલી જમીન બાબતમાં ઝગડો તકરાર ચાલતી હતી.
જેની અદાવત રાખી હાલમાં પકડેલા આરોપીએ ગોકુલ ભાણાભાઈ ભરવાડ અને ભરત ઉર્ફે ગોપાલ રામસિંગ રાઠોડનોએ રામબરનનું અપરહણ કરી માર મારવા માટે 20 હજાર રૂપિયામાં સોપારી આપેલ હતી. જેથી ગોકુલ અને ભરતે તમંચો બતાવી ગળા પર ચાકુ મૂકી 10 હજારની ખંડણી લઇ નાસી જઈ ગુનો આચરેલો હતો. આ ગુનામાં ગોકુળ ભાણાભાઈ ભરવાડ પકડાઈ ગયો હતો. જયારે તે સિવાય સોપારી આપનારા આરોપી સુરત છોડી ફરાર થઇ ગયા હતા.
આ સમગ્ર મામલે ડીસીબી પોલીસ મથકમાં 1999 માં ફરિયાદ નોંધાઈ હતી. અને ત્યારથી આજદિન સુધી આરોપી પોલીસથી નાસતા ફરતા હતા. પરંતુ ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે દિવાળીનો તહેવાર આવતો હોય આરોપીઓ પોતાના વતન આવ્યા છે. જેથી સુરતથી ડીસીબી પોલીસની એક ટીમ મધ્ય પ્રદેશ પહોંચી હતી અને ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓને પકડી સુરત લાવવામાં આવ્યા છે. જ્યાં તેઓને કોર્ટમાં રજુ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.