• મહિલા સફાઈ કર્મચારી સાથે દુષ્કર્મનાં ગુનામાં આરોપીની ધરપકડ
  • 4 લાખની પર્સનલ લોન અપાવી પરિચય કેળવી તેની સાથે શરીર સબંધ બાંધી તરછોડી હતી
  • પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો કબજો અમરોલી પોલિસને સોપ્યો
 WatchGujarat. સુરતમાં મનપામાં સફાઈ કામદાર તરીકે કામ કરતી મહિલાને 4 લાખની પર્સનલ લોન અપાવી પરિચય કેળવી તેની સાથે શારિરીક સબંધ બાંધી તરછોડી દેનાર આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી તેનો કબજો અમરોલી પોલિસને સોપ્યો છે
એસઓજી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી મહિલા સફાઈ કામદાર તરીકે નોકરી કરતી હતી. એકાદ વર્ષ પહેલા બેંક માંથી લોન અપાવવાનું કામ કરતા અને રાંદેર વિસ્તારમાં રહેતા રોહિત મોતીભાઈ સોલંકી સાથે તેનો સંર્પક થયો હતો. જેમાં રોહિતે મહિલાને 4 લાખની પર્સનલ લોન અપાવી હતી. અને બાદ તેની સાથે પરિચય કેળવી લીધો હતો. રોહિતે મહિલાને જણાવ્યું હતું કે મારી પત્ની સાથે મારે બનતું નથી તે મારી સાથે રહેતી નથી જેથી તેણે છુટાછેડા આપી દઈ તારી સાથે લગ્ન કરીશ તેવા વાયદાઓ કરી મહિલા સાથે શરીર સબંધ બાંધ્યા હતા. અને આખરે રોહિત મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી આ મામલે મહિલાએ અમરોલી પોલીસ મથકમાં આરોપી રોહિત સોલંકી સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો
આ ગુનામાં પોલીસ તેને શોધતી હોય તે પોલીસથી બચવા માટે સુરત સેશન્સ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો અને આગોતરા જામીન અરજીઓ કરી હતી પરંતુ આગોતરા જામીન અરજી મંજુર થઇ ના હતી. જેથી પોલીસથી બચવા માટે તેણે સુરત શહેર છોડી અલગ અલગ જગ્યાએ રહી નાસ્તો ફરતો હતો. પરંતુ આખરે એસઓજી પોલીસે તેને બાતમીના આધારે ઝડપી પાડી  આગળની કાર્યવાહી કરવા અમરોલી પોલીસને સોપ્યો છે.
Facebook Comments Box

Videos

Our Partners