4 નવેમ્બર, દિવાળીની રાત્રે જ પાંડેસરાના વડોદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું
કેસમાં સરકારી વકીલે 43 જેટલા પૂરાવાઓનું લિસ્ટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કર્યું
બાળકીનું મોઢું અને નાક દબાવી શ્વાસ રૂંધાવી હત્યા કરી હોવાથી મોંઢા અને નાક પાસે પણ ઇજાના નિશાન મળી આવ્યા હતા
WatchGujarat. પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મની હિચકારી હત્યા કેસમાં પોકસો કોર્ટે આરોપીને ફાંસીને સજા ફટકારી છે અને 20 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. સોમવારે જ સુરત કોર્ટે આરોપીને દોષિત હોવાનો ચુકાદો આપ્યો હતો. અને આજે સજા ફટકારી છે.
સુરતનાં પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ થતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટનામાં માત્ર 7 દિવસમાં જ પોલીસે ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ કેસમાં સરકારી વકીલે 43 જેટલા પૂરાવાઓનું લિસ્ટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કર્યું હતું. સોમવારે બંન્ને પક્ષકારોની દલીલો પુર્ણ થઇ હતી. કોર્ટે આરોપીને દોષીત ઠેરવ્યો હતો. જો કે સજા કોર્ટ દ્વારા કાલે ફટકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટ દ્વારા આ કેસમાં ઝડપથી સુનાવણી કરી હતી. આ કેસમાં સરકારી વકીલે આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી. સરકારી વકીલે દલીલ કરતા જણાવ્યું કે, આવડી નાનકડી બાળકીને ચુંથી નાખનાર આરોપી સમાજ માટે ખતરનાક છે. તેણે જે કૃત્ય કર્યું તે માટે તેને ફાંસીથી જરા પણ ઓછી સજા ન હોઇ શકે.
જાણો શું હતી સમગ્ર ઘટના?
4 નવેમ્બર, દિવાળીની રાત્રે જ પાંડેસરાના વડોદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ અને બળાત્કાર કરવાના ઇરાદે કર્યું હતું. મુળ બિહારના જહાનાબાદવતની અને આરોપી ગુરૂકુમાર મધેશ યાદવે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ તેની હત્યા કરીને મૃતદેહને ઝાડી ઝાંખરામાં મૃતદેહ ફેંકી દીધો હતો. આ અંગે ફરિયાદ બાદ પોલીસે પણ ગુનાને ગંભીરતાથી લેતા તાબડતોબ કાર્યવાહી કરી હતી. પોર્ન વીડિયો જોઇને માસૂમ અઢી વર્ષની બાળકીની સાથે બળાત્કાર અને બાદમાં હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
આરોપી મોબાઇલમાં પોર્ન વીડિયો જોયા બાદ ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર નજર બગાડીને તેનું અપહરણ કરી બદકામ કર્યું હતું. બાદમાં તેણે કબૂલાત પણ કરી હતી. આરોપીએ અપહરણ કર્યાના ગણતરીના કલાકમાં જ દુષ્કર્મ આચરી જધન્ય કૃત્ય આચાર્યું હતું. માસૂમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબના જણાવ્યા મુજબ, બાળકી સાથે એટલી હદે ક્રુરતા કરવામાં આવી હતી કે યોનિમાંથી આંતરડા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરવામાં આવ્યું હતું. બાળકીનું મોઢું અને નાક દબાવી શ્વાસ રૂંધાવી હત્યા કરી હોવાથી મોંઢા અને નાક પાસે પણ ઇજાના નિશાન મળી આવ્યા હતા.