સુરત શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ લઈને સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો
નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવા સાથે ફાયર વિભાગની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી
સુરતમાં રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝવે પણ ઓવરફલો થયો
WatchGujarat. સુરત શહેરમાં ભારે વરસાદ અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ હોવાથી ડેમમાંથી 1.98 લાખ કયુસેક પાણી સવારે 12 વાગે છોડવામાં આવી રહ્યું હતું. જેના કારણે સુરતમાં ખાડીનું લેવલ વધ્યું છે. જેથી તકેદારીના ભાગ રૂપે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને ફાયરની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.
https://youtu.be/TV8jJZQtOtY
સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. આ ઉપરાંત સુરત શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના અંધારપટ વાતાવરણ વચ્ચે વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા 1.98 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સુરત શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ લઈને સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે. સુરતની ખાડીઓ બંને કિનારે વહેતી થઈ છે જેને કારણે મહાનગરપાલિકાએ આગોતરું આયોજન શરૂ કર્યું છે.
પાલિકાએ ડુંભાલ ખાતેની સ્કૂલમાં સેન્ટર શરૂ કરવા માટે પણ આયોજન કરી લીધું છે. આજે મહાનગર પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ સેન્ટરની મુલાકાત લીધી હતી. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવા સાથે ફાયર વિભાગની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. પાલિકા તંત્ર સતત ખાડી ની સપાટી પર નજર રાખી રહ્યું છે. ખાડીપૂરના જોખમને લઈને ડિ-વોટરિંગ પંપ સહિતની વ્યવસ્થા કરી મીઠીખાડી પર બે હોડી, ચાર-ચાર સભ્યની બે ટીમ અને 1 ફાયરની ગાડી સ્ટેન્ડબાય કરી છે, જ્યારે પાંડેસરા રામજી મંદિર પાસે 1 હોડી સાથે એક ટીમ છે.
કોઝવેની સપાટી 9.55 મીટર પહોચી
બીજી તરફ સુરતમાં રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝવે પણ ઓવરફલો થયો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે જયારે હાલમાં કોઝવેની સપાટી 9.55 મીટર પહોચી ચુકી છે. કોઝવે ઓવરફલો થતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે ઓવરફલો થતા નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા હતા. બીજી તરફ ઉકાઈડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતની તાપી નદી પણ બંને કાઠે વહી રહી છે.