• સુરતનાં બાળગૃહમાં રહેતી નિત્યાને મળ્યા માતા-પિતા
  • વડોદરાનાં નિમકર દંપત્તિએ નિત્યાને દત્તક લીધી
  • સુરત શહેરમાં 2021ની સાલમાં દત્તક લેવાની આ પ્રથમ પ્રક્રિયા હતી

WatchGujarat. એક અનાથ માસૂમ પુત્રીને માતા-પિતા મળે એનાથી મોટી ખુશી બીજી શું હોય શકે. આવી જ ખુશી સુરતનાં બાળગૃહમાં રહેતી 2 વર્ષની નિત્યાને મળી છે. 6 મહિલાથી બાળગૃહમાં રહેતી નિત્યાને માતા-પિતા મળ્યા છે અને વડોદરાના નીમકર દંપત્તિને એક દિકરી મળી છે.

વડોદરાનું નીમકર દંપત્તિને  હંમેશાથી દીકરીની ઝંખના હતી.જે પૂરી થઇ છે. કતારગામમાં આવેલા વી.આર. પોપાવાલા બાળગૃહમાંથી ગઇ કાલે ભાવુક દિવસ હતો. છેલ્લા છ મહિનાથી અહીં રહેતી બે વર્ષીય નિત્યાએ બાળગૃહને અલવિદા કહ્યું હતું. જો કે ખુશીની વાત એ પણ હતી કે નિત્યાને નવા માતા-પિતા મળી ગયા, નવુ ઘર અને નવો પરિવાર મળ્યો. નિત્યા બાળગૃહ છોડીને જવાની હોવાથી તેના મિત્રો પણ ઉદાસ થયા હતા. બાળગૃહના સંચાલકો અને ત્યાં રહેતા અન્ય બાળકો નિત્યાને ખૂબ જ યાદ કરશે.

વડોદરાનું નીમકર દંપત્તિમાં ઉમંગભાઇ વીમા કંપનીમાં કામ કરે છે.જ્યારે તેમના પત્ની સપનાબેન સ્કૂલમાં ટીચર છે. નિત્યાને પોતાની દિકરી બનાવી આ દંપત્તિ ધન્યતા અનુભવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલે જ તેમણે નિત્યાને દત્તક લેવાની પ્રક્રિયા પૂરી કરી હતી. સુરત શહેરમાં 2021ની સાલમાં દત્તક લેવાની આ પ્રથમ પ્રક્રિયા હતી ત્યારે કલેક્ટર આયુષ ઓક પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. તેમણે જ નિત્યાના નવા માતાપિતાને તેની કસ્ટડી સોંપી હતી. “કોરોના મહામારીના કારણે થોડા સમય માટે દત્તક આપવાની પ્રક્રિયા બંધ કરી દેવાઈ હતી. મહામારી બાદ પહેલીવાર સુરતમાં દત્તક લેવાની પ્રક્રિયા થઈ છે. બાળકીને પરિવાર મળતાં તેનું ભવિષ્ય સુરક્ષિત થયું છે જેથી સંચલાકો ખૂબ ખુશ છે. નિત્યાને તેના નવા માતાપિતાને સોંપી દેવાઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud