• વિડીયો સુરતના લિંબાયતનો હોવાનું સામે આવ્યું
  • કુમારનગરની મકાનની એક ટેરેસ પર કેટલાક યુવાનોએ હાથમાં તલવાર અને સંગીતની ધૂન પર ડાન્સ કરવાનો વિડીયો વાયરલ
  • એક ટેરેસ પર એક કિલોમીટર દૂર સુધી સંભળાય એટલા મોટા સાઉડમાં વાગતા ગીતો આજુબાજુના રહીશોની ઉંઘ બગાડી – સ્થાનિક

WatchGujarat. સુરતમાં રાત્રી કરફ્યુનુ સરેઆમ ઉલ્લંઘન થતું હોય તેવા અસંખ્ય બનાવો બની રહ્યા છે. આવો જ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં મકાનની ટેરેસ પર બર્થડે ઉજવવામાં આવ્યો છે. એટલું જ નહીં સૌથી આશ્ચ્ર્યની વાત તો એ છે કે લાઉડ મ્યુઝિક રાખીને ખુલ્લી તલવાર સાથે ડાન્સ કરતા આ યુવકોએ કોરોના નિયમોના પણ ખુલ્લેઆમ ધજાગરા ઉડાવ્યા છે.

આ વિડીયો સુરતના લિંબાયતનો હોવાનું સામે આવ્યું છે. કુમારનગરની મકાનની એક ટેરેસ પર કેટલાક યુવાનોએ હાથમાં તલવાર અને સંગીતની ધૂન પર ડાન્સ કરી પોલીસને પડકાર આપતા હોય તેમ જન્મ દિવસની ઉજવણી કરી હોવાનું કેમેરામાં કેદ થઈ ગયું છે. વાઇરલ વીડિયોમાં ડાન્સ કરતા બધા યુવાનો નશામાં હોવાની વાત પણ સામે આવી રહી છે.

રાત્રિ કર્ફ્યૂ વચ્ચે ટોળાં ભેગાં કરાયા હતાં

સ્થાનિક વ્યક્તિએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, પાર્ટી અભી બાકી હે.. ની બૂમો રાત્રીના અંધારા લાગી હતી. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે છલકાદે જામ જેવા માહોલમાં પાર્ટી ચાલી રહી હતી. અરશદ અવેશ નામના યુવાનની જન્મ દિવસની પાર્ટીમાં દેખાયેલી ભીડને લઈ લાગતું હતું કે, ચોક્કસ આ પાર્ટી પાછળ કોઈ મજબૂત નેતાનો હાથ હોવો જોઈએ અથવા માથાભારે ઈસમ હોવો જોઈએ. હાથમાં તલવાર લઈને ડાન્સ કરી જન્મ દિવસની ઉજવણીએ સરકારના તમામ નિયમો તોડી એક પડકાર આપતી ઉજવણી કહી શકાય છે. લિંબાયત પોલીસે ચોક્કસ તપાસ કરી પગલાં ભરવા જોઈએ.

લાઉડ સ્પીકરના મોટા અવાજથી સ્થાનિકોની ઊંઘ પણ બગડી

સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, સરકાર, ગૃહ વિભાગ અને પોલીસ માત્ર નિયમો બનાવી શકે છે. તેનો અમલ કોણે કરવો એ તો સ્થાનિક નેતાઓ જ નક્કી કરે છે. એક ટેરેસ પર એક કિલોમીટર દૂર સુધી સંભળાય એટલા મોટા સાઉડમાં વાગતા ગીતો આજુબાજુના રહીશોની ઉંઘ બગાડી શકે છે. પણ પોલીસની ઊંઘ ઉડાડી ન શક્યા એ વિચારવા જેવી વાત છે. પેટ્રોલિંગના નામે માત્ર મજાક થઈ રહ્યો છે. લોકો હવે વધુ અસુરક્ષિત હોવાનું મહેસુસ કરી રહ્યા છીએ. સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે કે આવા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud