તરુણીને ઉધના વિસ્તારમાં રહેતો અને ભાજપનો કાર્યકર વિશાલ ઉર્ફે ભૂષણ વિજય પાટીલ તેણીના ફોટા પાડી બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાઈ
તરુણીના પિતા ઠપકો આપવા જતા તેની સાથે ઝગડો પણ કર્યો
ઘટનામાં ઉધના પોલીસે વિશાલ ઉર્ફે ભૂષણ વિજય પાટીલની ધરપકડ કરી
WatchGujarat. સુરતમાં ભાજપના કાર્યકરે તરુણીના ફોટા પાડી બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં તરુણીને ફરિયાદ પાછી લેવા ધમકીઓ મળતા તેણીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેથી તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી
સુરતના ઉધના વિસ્તારમાં રહેતી તરુણીને ઉધના વિસ્તારમાં રહેતો અને ભાજપનો કાર્યકર વિશાલ ઉર્ફે ભૂષણ વિજય પાટીલ તેણીના ફોટા પાડી બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાઈ હતી. એટલું જ નહી તરુણીના પિતા ઠપકો આપવા જતા તેની સાથે ઝગડો પણ કર્યો હતો. અને જાતિવિષયક ગાળો પણ આપી હતી. આ ઘટનામાં ઉધના પોલીસે વિશાલ ઉર્ફે ભૂષણ વિજય પાટીલની ધરપકડ પણ કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
તરુણીએ આપઘાતનો પ્રયાસ કર્યો
આ ઘટનામાં તરુણીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. તરુણીને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તેણીની હાલ સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ જ્ઞાન પાટીલ નામનો યુવક તરુણી જ્યાં કામ કરે છે ત્યાં જતો હતો અને તરુણીને ફરિયાદ પાછી લેવા દબાણ કરતો હતો. તેમજ તેણીને તથા તેણીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ અપાઈ હતી.
તરુણીની માતા એ જણાવ્યું હતું કે રાત્રે અચાનક ઉલટી કરતા જોઈ હું ગભરાય ગઈ હતી. ત્યારબાદ જમીન પર તફડતા તફડતા કહ્યું મેં દવા પી લીધી છે બોલી બેભાન થઈ જતા ડર ના મારે અમે તાત્કાલિક 108 ને જાણ કરી સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં દીકરી ને H-0 માં દાખલ કરી સારવાર ચાલુ કરાઈ છે.