• સુરતના કામરેજ તાલુકાના એક ગામના તળાવમાંથી એક સાથે ત્રણ મૃતદેહ મળી આવ્યા
  • તળાવમાંથી એક મહિલા સહિત બે બાળકોના મૃતદેહ મળી આવ્યા
  • ત્રણેય મૃતદેહો બેથી ત્રણ દિવસ અગાઉ ડુબ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે
  • સ્થાનિક પોલીસે મૃતદેહોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી

WatchGujarat. સુરતના કામરેજ તાલુકાના ખડસદ ગામના તળાવમાંથી એક યુવતી અને બે બાળકોનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ત્રેણય મૃતદેહોની હજી સુધી કોઈ ઓળખ થઇ શકી નથી. જેના કારણે સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રણેયના પરિવારજનો સુધી પહોંચવાના પ્રયત્નો પોલીસ કરી રહી છે. જોકે આ મૃતદેહો મળી આવવા ઓપાછળ આપઘાત છે, અકસ્માત છે કે પછી હત્યા છે તે દિશામાં પણ પોલિસને તપાસ કરવું મોટો પડકાર સાબિત થઇ રહ્યું છે.

ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે તળાવમાંથી મળી આવેલા મૃતદેહો પાકી 8 થી 10 વર્ષનો છોકરો, 10 થી 12 વર્ષની એક છોકરી અને 20 વર્ષની યુવતીનનો સમાવેશ થાય છે. તેમના મૃતદેહને તળાવમાં ડુબ્યાને 2 થી 3 દિવસ થયા હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગામથી તળાવ થોડા દૂર આવેલું છે. આ પ્રવાસન સ્થળ પણ નથી જેથી અહીં કોઈ ફરવા આવ્યું હોય અને ડૂબ્યું હોય શકે. ત્રણેયની ઓળખ મુશ્કેલ બનતા તેમની ઓળખ માટે સોશિયલ મીડિયાની મદદ લેવામાં આવી રહી છે.

ફાયરની સાથે પોલીસે પણ તેની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. કામરેજ પીઆઇ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ સૂત્રોનું માનીએ તો ત્રણેય ભાઈ બહેન હોવાનું લાગી રહ્યું છે. જોકે હાલ કોઈ નિષ્કર્ષ પર આવવું મુશ્કેલ છે. પણ પોલીસ દ્વારા મૃતદેહોની ઓળખ કરવા અને તેમના પરિવારજનોને શોધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners