એસ.ઓ.જી.એ બાતમીના આધારે અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ પાસેથી મોટા વરાછા વૈભવલક્ષ્મી રેસીડેન્સીમાં રહેતા પ્રદીપ છગનભાઈ પટેલને ઝડપી પાડ્યો
વર્ષ 2019 માં આરોપીએ વેપારીને નકલી હીરા પધરાવી રૂ. 47.50 લાખ પડાવ્યા
હીરા વપારીને આ બાબતની જાણ થતા સમાધાન કરવાના બહાને બોલાવી હીરાની કિમતના બદલે ચેક આપ્યા
WatchGujarat. સુરતના મહિધરપુરા વિસ્તારના હીરા વેપારીને અસલી હીરાને બદલે નકલી હીરા પધરાવી 47.70 લાખની ઠગાઈ કરવાના ગુનામાં હીરા દલાલને એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં એસ.ઓ.જી.એ બાતમીના આધારે અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ પાસેથી મોટા વરાછા વૈભવલક્ષ્મી રેસીડેન્સીમાં રહેતા પ્રદીપ છગનભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે પોતે મહિધરપુરા લાલ દરવાજા પાસે ડબ્લ્યુડીસી બિલ્ડીંગમાં ઓફીસ ધરાવી હીરાની લે-વેચ દલાલીથી કરતો હતો.
દરમ્યાન વર્ષ 2019 માં સહ આરોપી ધર્મેશભાઈ શાહ ઉર્ફે ધવલ વ્હોરા, રમેશ થડેશ્વર થકાણ ઉર્ફે રમેશ સોની ઉર્ફે આર.એમ, રાહુલ ક્થેરિયા, રાહુલ ચોકસી તથા ભરત દલાલ સાથે મળી લાલદરવાજા મોઢવણીક શેરીમાં પીઆર ડાયમંડના નામથી હીરાનો વેપાર કરતા ભરત કુમાર ગજાજી રાવલ પાસેથી હીરા ખરીદવા હોય તેમ જણાવી ભરતકુમારને હીરા લઈને પોતાની ઓફિસે બોલાવ્યા હતા. જ્યાં આરોપીઓએ તેઓની નજર ચૂકવી 47.70 લાખના અસર હીરાને બદલે નજર ચૂકવી નકલી હીરા પડીકામાં મૂકી દીધા હતા.
સમાધાન પેટે ચેક પણ આપ્યા હતા
જો કે હીરા વપારીને આ બાબતની જાણ થતા સમાધાન કરવાના બહાને બોલાવી હીરાની કિમતના બદલે ચેક આપ્યા હતા. જો કે તે ચેક પણ રીટન થયા હતા. જેથી હીરા વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જેમાં રાહુલ ક્થેરીયા તથા રાહુલ ચોકસી પકડાઈ ગયા હતા. જયારે હાલમાં ઝડપાયેલા આરોઇએ નામદાર કોર્ટમાં આગોતરા જામીન મુકતા નામદાર કોર્ટે આગોતરા જામીન નામજુર કર્યા હતા. જેથી પોતે ઓફીસ બંધ કરીને ફરાર થઇ ગયો હતો. એસ.ઓ.જી.એ આરોપીનો કબજો મહિધરપુરા પોલીસને સોપ્યો છે. અને આ મામલે મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.