• ગોડાદરા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી
  • મથુરા સોસાયટીમાં ચાલતા બોગસ ડોક્ટરના ક્લિનીક પર રેડ કરતા પોલીસ એક તબક્કે ચોંકી ઉઠી
  • પોલીસે જુદી જુદી કંપનીઓની દવાઓ મળી કુલ 9,400ની મત્તા પણ કબજે કરી

WatchGujarat. ગોડાદરા પોલીસે કોઈ પણ જાતના મેડીકલ સર્ટીફીકેટ કે ડિગ્રી વગર ડોક્ટર તરીકેનું કામ કરતા અને કલીનીક ચલાવતા એક ઈસમને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ત્યાંથી દવાનો જથ્થો પણ કબજે કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોડાદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમ્યાન બાતમી મળી હતી કે મથુરા સોસાયટીના એક મકાનમાં શીતલા પ્રસાદ દવાખાનામાં એક વ્યક્તિ કોઈ પણ જાતના મેડીકલ સર્ટીફીકેટ વગર ડોક્ટર તરીકેનું કામ કરે છે. બાતમીના આધારે પોલીસે મેડીકલ ઓફિસરોને સાથે રાખી દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે ભટાર તદકેશ્વર સોસાયટીમાં રહેતા રમાશંકર રામપ્રવેશ મિશ્રા નામના ઇસમની ધરપકડ કરી હતી.

પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેની પાસેથી કોઈ પણ જાતના મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગે ડીગ્રી, સર્ટિફિકેટ, કે હોમીયોપેથીક કે આયુર્વેદીક કે કોઈ પણ જાતનું મેડીકલ સર્ટીફીકેટ ન હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહી પોતે અહી બેસી દર્દીઓને તપાસી એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શનો આપી અને પ્રિસ્ક્રીપશન લખી બહારથી દવાઓ પણ આપતો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે ત્યાંથી જુદી જુદી કંપનીઓની દવાઓ મળી કુલ 9,400ની મત્તા પણ કબજે કરી હતી. એટલું જ નહી તેણે મકાનમાં ઉભા કરેલા કલીનીકની અંદર દવાનો બાટલો, દવાખાનાના સ્ટીકર પણ ચોંટાડી રાખ્યા હોવાનું બહાર આવ્યું હતું. દુકાનની બહાર મારેલા બોર્ડ પર તેણે પોતાનું નામ લખ્યું હતું. અને પોતે ડી.ઈ.એમ.એસ. હોવાનું લખાણ પણ લખ્યું હતું. આ સમગ્ર મામલે હાલ ગોડાદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud