• સુરતના સાયબર ક્રાઇમમાં આરટીઓમાંથી પ્રક્રિયા પુર્ણ કર્યા વગર લાયસન્સ ઇશ્યુ કરવામાં આવતા હોવાની ઘટના નોંધાઇ હતી
  • મામલે વર્ષ 2021 માં 10 લાયસન્સ આ રીતે ઇશ્યુ કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું
  • બરોબાર લાયસન્સ ઈશ્યુ કરી દેવતા જે લોકોને ડ્રાઈવિંગ આવડતું નથી તે લોકો વાહન લઈને બહાર નીકળે તો ગંભીર અકસ્માતો થઇ શકે – સુરત પોલીસ કમિશ્નર

WatchGujarat. સુરત આરટીઓમાંથી બારોબાર લાયસન્સ કાઢવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ ઘટનામાં પોલીસે ત્રણ એજન્ટ સહીત 4 લોકોની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. જેમાં એક વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી કે આરટીઓ કચેરીમાંથી કુલ- 10 ઉમેદવારોના પાકા લાયસન્સ મેળવવા માટે પૂર્વ આયોજીત કાવતરૂ રચવામાં આવ્યું હતું. આર.ટી.ઓ. કચેરીમાં જરૂરી એવી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કર્યા વિના, ટેસ્ટ આપવા માટે જરૂરી એવા વાહનની વિગત તે વાહનનો રજીસ્ટ્રેશન નંબર, ચાર તબક્કાના વિડીયો જેવી કોઇ બાબત ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકના સર્વર ઉપર ટેસ્ટ આપ્યા વગર તમામ પ્રક્રિયાઓ પુર્ણ કરી દેવામાં આવતી હતી. સુરત આર.ટી.ઓ. કચેરીની કોમ્પ્યુટર સીસ્ટમમાં તેઓની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી સીસ્ટમ સાથે ચેડા કરી બારોબાર લાયસન્સ શાખા સારથી શાખા માં ઉમેદવાર પાસ કરી દેવામાં આવતા હતા. આ અંગેનો ડેટા પુશ કરી ને ગેરકાયદેસર રીતે આર.ટી.ઓ. કચેરી દ્વારા આપવામાં આવતા લાયસન્સ બનાવવાની કાર્યવાહી કરાવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે.

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, જે આરટીઓ કચેરીમાંથી નિયમ ભંગ કરીને ગેરકાયદે લાયન્સ ઈશ્યુ કરવાની ફરિયાદ મળી હતી. જે મામલે ગુનો નોંધી તપાસ કરવામાં આવી હતી. વર્ષ 2021 માં અલગ અલગ તારીખે 10 લાયસન્સ નિયમ વિરુદ્ધ એટલે કે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વગર, ટેસ્ટ વગર અને વાહનની વિગત વગર જ ચાર તબક્કાના વિડીયો તેમજ ટેસ્ટના સર્વર વગર જ સીસ્ટમ સાથે ચેડા કરી લાયન્સ શાખામાંથી ઉમેદવાર પાસ થયાના ડેટા પુશ કરી લાયસન્સ ઈશ્યુ કરાઈ હતી. આ ઘટનામાં એક એઆરટીઓ અને ત્રણ એજન્ટોની સંડોવણી બહાર આવી હતી. ત્રણ એજન્ટોની ધરપકડ કરાઈ છે. જયારે એકનો કોવીડ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જે સારવાર હેઠળ છે.

બરોબાર લાયસન્સ ઈશ્યુ કરી દેવતા જે લોકોને ડ્રાઈવિંગ આવડતું નથી તે લોકો વાહન લઈને બહાર નીકળે તો ગંભીર અકસ્માતો થઇ શકે છે. જે એક ગંભીર બાબત હોય પોલીસ દ્વારા જીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

જે 10 લોકોને લાયસન્સ ઈશ્યુ કરવામાં આવ્યા છે. તેમાં તે લોકોની કોઈ ગુનાહિત પ્રવુતિ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. મીડિયા મારફતે લોકોને વિનંતી છે કે જે લોકો લાયસન્સ કઢાવવા ઈચ્છે છે તેઓએ નિયમ મુજબ જ લાયસન્સ કાઢવવું જોઈએ. આ ઘટના પછી કોઈ પણ એજન્ટ આવી ગેર પ્રવુતિ કરતા અટકશે.

કોની કોની ધરપકડ કરાઈ

  • નીલેશ કુમાર ત્રિભોવનદાસ મેવાડા (રહે, પાલનપુર કેનાલ રોડ)
  • સાહિલ શાહનવાઝ વઢવાણીયા,  આરટીઓ એજન્ટ [રહે, ઘોડદોડ રોડ]
  • ઇન્દ્રસિંહ ખુમાનસિહ ડોડીયા. આરટીઓ એજન્ટ [સીટીલાઈટ રોડ સુરત]
  • જશ મેહુલ પંચાલ, આરટીઓ એજન્ટ [કેનાલ રોડ, પાલનપોર ગામ]
Facebook Comments Box

Videos

Our Partners