• સુરતના ડુંભાલ ખાતે રહેતા અને પુણા કેનાલ રોડ પર ખુલ્લા મેદાનમાં ફર્નીચરની દુકાન ધરાવતા રોહિતકુમાર વિનુભાઈ દેવીપુજક પુણા પોલીસ મથકે પહોચ્યા
  • પી.આઈ.ને રજૂઆત કરી કે, થોડા મહિના અગાઉ દુકાને કુલદીપ આહીરે આવી પોતે પી.આઈ.નો રાઈટર હોવાનું જણાવી સોફાસેટ લઇ ગયો
  • અન્યને પણ આ જ રીતે તેણે છેતર્યા, આખરે ભાંડો ફુટતા અસલી પોલીસે નકલીને સીધો દોર કરી દીધો

WatchGujarat. સુરતના પુણા પોલીસ મથકના પીઆઈના રાઈટર તરીકે ઓળખ આપી નકલી પોલીસ બની રોફ જમાવતા એક ઈસમને અસલી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં નકલી પોલીસ બનીને આરોપીએ ફર્નીચરની દુકાન ધારકને ત્યાંથી બે સોફા લઇ લીધા હતા અને બાઈક છોડાવી આપવાના નામે ૮ હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા

સુરતના ડુંભાલ ખાતે રહેતા અને પુણા કેનાલ રોડ પર ખુલ્લા મેદાનમાં ફર્નીચરની દુકાન ધરાવતા રોહિતકુમાર વિનુભાઈ દેવીપુજક પુણા પોલીસ મથકે પહોચ્યા હતા અને તેઓએ પી.આઈ.ને રજૂઆત કરી હતી કે થોડા મહિના અગાઉ તેઓની દુકાને એક ઇસમ આવ્યો હતો અને તેને પોતાનું નામ કુલદીપ આહીર અને પોતે પી.આઈ.નો રાઈટર હોવાનું જણાવ્યું હતું અને બાદમાં પોલીસ સ્ટેશનમાં સોફા જોઈએ છે તું સોફા નહી આપે તો તારા વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી જેલભેગો કરી દઈશ તેમ જણાવી તેઓની પાસેથી 21 હજારની કિંમતના બે સોફા સેટ લઇ ગયો હતો.

એટલું જ નહી તેઓની દુકાન પાસે ઈંડાની લારી પર તે આવતો હતો અને ત્યાં પોલીસના નામે રોફ બતાવી મફતમાં ઈંડા ખાઈ જતો હતો અને પાર્સલ પણ લઇ જતો હતો. આ ઉપરાંત તેના મિત્રને પોલીસ હોવાની ઓળખ આપી પોલીસ મથકમાંથી બાઈક અપાવવાની વાત કરી 8 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા

જો કે પુણા પોલીસ મથકમાં કુલદીપ આહિર નામનો કોઈ જ કર્મચારી ન હોય પી.આઈ.એ આ મામલે તપાસ શરુ કરી હતી અને પોલીસના નામે ફરતા કિરણ ઉર્ફે કુલદીપભાઈ સેલારભાઈ બારડને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તે પુણાગામ સ્થિત કુબેરનગરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં તે વર્દી પહેરીને પોલીસના નામે રોફ પણ જમાવતો હતો. હાલ પુણા પોલીસે તેની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud