- કાપોદ્રા ઘરતી નગર તાપી ઓવારા પાસે એક યુવક અને યુવતીની લાશ મળી આવી
- લાશ મળી આવવાની જાણ લોકોને થતા અહી લોકોનું ટોળું એકઠું થઇ ગયું
- સ્થાનિકોએ આ બનાવની જાણ પોલીસને કરી હતી જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
- લાશ પાસેથી એક થેલી પણ મળી આવી
- મૃતક યુવક યુવતી કોણ છે અને તેઓએ આપઘાત કર્યો છે કે કેમ આ સમગ્ર દિશામાં તપાસ શરુ કરી
WatchGujarat. સુરતના કાપોદ્રા ધરતી નગર તાપી ઓવારા નજીકથી યુવક યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અહી લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. બીજી તરફ પોલીસને આ બનાવની જાણ થતા ઘટના સ્થળે આવી તપાસ શરુ કરી છે.
મળતી માહિતી મુજબ સુરતના કાપોદ્રા ઘરતી નગર તાપી ઓવારા પાસે એક યુવક અને યુવતીની લાશ મળી આવી હતી. લાશ મળી આવવાની જાણ લોકોને થતા અહી લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. બીજી તરફ સ્થાનિકોએ આ બનાવની જાણ પોલીસને કરી હતી જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસ તપાસમાં મૃતક યુવકે જીન્સનું પેન્ટ અને બ્લુ ક્લરનું ટી શર્ટ પહેર્યું હતું જયારે યુવતીએ ગુલાબી કલરનો કુર્તો પહેર્યો હતો. તેમજ લાશ પાસેથી એક થેલી પણ મળી આવી હતી. પોલીસે યુવક યુવતીની લાશને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. તો બીજી તરફ મૃતક યુવક યુવતી કોણ છે અને તેઓએ આપઘાત કર્યો છે કે કેમ આ સમગ્ર દિશામાં તપાસ શરુ કરી છે.