પારલેપોઇન્ટ ફ્લાયઓવર નીચે શહેરના બ્યુટીફિકેશન માટે વોક વે સાકાર કરાયો, સેલ્ફી પોઈન્ટ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ
આ બ્યુટીફિકેશનની ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે મુલાકાત લીધી
પારલેપોઇન્ટ ફ્લાયઓવર નીચેના બ્યુટીફિકેશનમાં અધધધ 2.80 કરોડનો ખર્ચ કરાયો
અહીં આવીને લોકોને હરવા ફરવાનું મન થાય તે પ્રમાણનું આયોજન કરાયું છે
WatchGujarat. ગુજરાતના અનેક શહેરોમાં લોકોની સુવિધા માટે વોક-વે અને ફ્લાયઓવર બનાવવામાં આવ્યા છે. પરંતુ લોકોની સુવિધા માટે બનાવેલા આ બ્રિજ નીચે લોકો ગંદકી કરતાં હોય છે. એટલું જ નહીં તેનો ગેરકાયદે ઉપયોગ પણ થતો હોય છે. ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સુરતને વધુ સુંદર બનાવવા માટે મનપા દ્વારા બ્યુટીફિકેશનનો નવો પ્રોજેક્ટ સાકાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરના પારલેપોઇન્ટ ફ્લાયઓવર નીચે કોરોડા ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે. જેની ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે સુરત શહેરને બ્રિજ સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે શહેરમાં આવેલા બ્રિજ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે મનપા દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં આવેલા બ્રિજની નીચે બ્યુટીફિકેશનનું કામ હાથ ધરાયું છે. તાજેતરમાં જ સુરતના પારલેપોઇન્ટ ફ્લાયઓવર નીચે બ્યુટીફિકેશન કરીને સેલ્ફી પોઈન્ટ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. અહીં આવીને લોકોને હરવા ફરવાનું મન થાય તે પ્રમાણનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે આ બ્યુટીફિકેશન માટે મનપા દ્વારા 2.80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેની ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે મુલાકાત કરી હતી.
બ્રિજની સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે મુલાકાત લીધી
સુરતની મુલાકાતે આવેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેરને બ્રિજ સીટી, ડાયમંડ સીટી અને ટેક્સટાઈલ હબ તરીકે ઓળખાય છે. સુરતમાં બ્રિજ લોકોની સગવળતા માટે બને છે ત્યારે તેની નીચે ગંદકી થાય છે અને તેનો ગેરકાયદે ઉપયોગ થતો હોય છે. જેથી શહેરના આ બ્રિજ નીચે ૨.૮૦ કરોડના ખર્ચે અહીં બ્યુટીફિકેશન કરીને સેલ્ફી પોઈન્ટ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. જેથી કરીને શહેરીજનો તેની મજા માણી શકે. અને લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહે.