સુરતના બિલ્ડર ગોપાલ ડોકાનીયાની ઓફીસ સીટીલાઈટ રોડ પર આશીર્વાદ સ્ટ્રીટમાં આવેલી છે
ગત 11/10/21 ના રોજ સવારના સમયે સ્ટાફના કર્મચારીએ તેઓને ચોરી થયાની ફોન કરીને જાણ કરી
સીસીટીવીમાં બે ઈસમો કેશિયરના ડ્રોઅર ખોલી અંદર રહેલી ચાવીઓ લઇ અને સેફ વાળી રૂમ ખોલી તેમાંથી ચોરી કરી નજરે ચડ્યા
WatchGujarat. સુરતના ન્યુ સીટીલાઈટ રોડ સ્થિત સેન્ટ થોમસ સ્કુલની બાજુમાં આવેલી બિલ્ડરની ઓફીસમાંથી 90 લાખની રોકડની ચોરી થઇ હતી. જેમાં માસ્ક બાંધીને આવેલા બે ઈસમો 90 લાખની રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસને જાણ થતા સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
સુરતના બિલ્ડર ગોપાલ ડોકાનીયાની ઓફીસ સીટીલાઈટ રોડ પર આશીર્વાદ સ્ટ્રીટમાં આવેલી છે. તેઓની ઓફિસમાં મેનેજર તરીકે કામ કરતા મહેન્દ્ર હરી કિશન રાઠીએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત 11/10/21 ના રોજ સવારના સમયે સ્ટાફના કર્મચારીએ તેઓને ફોન કરીને જાણ કરી હતી. ઓફીસના ટેબલનો ડ્રોઅર તૂટેલો છે અને અંદર મુકેલી ચાવી પણ ગાયબ છે. જેથી તેઓ તાકાલીક ઓફીસ આવ્યા હતા અને સેફ વોલ્ટ જોતા તેમાંથી રૂ. 90 લાખની રોકડ ગાયબ હતી. જેથી તેઓ ચોકી ઉઠ્યા હતા અને આ મામલે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. સીસીટીવીમાં બે ઈસમો કેશિયરના ડ્રોઅર ખોલી અંદર રહેલી ચાવીઓ લઇ અને સેફ વાળી રૂમ ખોલી તેમાંથી ચોરી કરી નજરે ચડ્યા હતા. બંને ઈસમોએ માસ્ક પહેરીને આવ્યા હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું. આ મામલે ખટોદરા પોલીસે મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
ઉલેલ્ખ્નીય છે કે રૂ. 90 લાખની રોકડની ચોરી થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બનાવને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા છે. ત્યાં લાગેલા સીસીટીવી અને તેમાં દેખાઈ રહેલા માસ્ક પહેરીને આવેલા બે ઈસમોની પોલીસે તપાસ શરુ કરી છે. આ તપાસમાં સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પણ જોતરાયો છે.