• હજીરા મોરા ગામ પાસે પાર્ક બસમાં અચાનક આગ લાગી હતી
  • બસમાં આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી
  • બનાવની જાણ લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

WatchGujarat. સુરતના હજીરા મોરાગામમાં પાર્ક કરેલી ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી. બસમાં આગ લાગતા બસ બળીને ખાખ થઇ ગયી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

વરાછા હીરાબાગ સર્કલ પાસે ખાનગી લકઝરી બસમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં બસમાં આગ ક્યાં કારણોસર લાગી તે મામલે તપાસનો ધમધમાટ શરુ થયો છે. ત્યાં બીજી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હજીરા મોરા ગામ પાસે પાર્ક બસમાં અચાનક આગ લાગી હતી. બસમાં આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું ન હતું. પરંતુ આગમાં બસ બળીને ખાખ થઇ ગયી હતી. બસમાં આગ લાગતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ લોકોનું ટોળું પણ ત્યાં એકઠું થઇ ગયું હતું. બનાવની જાણ લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો.

ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતુ કે, રાતે 11-20 નો કોલ હતો. બનાવની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. બસમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

Facebook Comments Box

Videos

Our Partners