• ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કડોદરા ખાતે યોજાયેલા એક સ્નેહમિલન કાર્યક્રમમાં આ અંગે જાહેરમાં નિવેદન આપ્યું
  • અધિકારીઓને તમામ ધારાસભ્યો અને સાંસદો ના સંપર્ક નંબરો પોતાના મોબાઈલમાં ફોન માં સેવ રાખવાની સૂચના
  • કચેરીમાં ઓર્ડર કરી પ્રજાના કામો સરકારની મુખ્ય પ્રાથમિકતા મળે તે માટેનું આયોજન

WatchGujarat. પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યો અને સાંસદો ને સચિવાલય અને અન્ય કચેરીના અધિકારીઓ પણ કાર્યાલય હોવાની વ્યાપક બનેલ ફરિયાદો બાદ હવે નવી સરકારે શરૂઆતના તબક્કે જ ધારાસભ્યો અને સાંસદો અને વિવેકપૂર્ણ પ્રતિભાવ આપવા માટે અધિકારીઓને કડક શબ્દોમાં તાકીદ કરી છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કડોદરા ખાતે યોજાયેલા એક સ્નેહમિલન કાર્યક્રમમાં આ અંગે જાહેરમાં નિવેદન આપ્યું હતું. પહેલા કેબિનેટ બેઠકમાં આ મામલે સૂચનાઓ આપવામાં આવ્યા બાદ હવે અધિકારીઓને તમામ ધારાસભ્યો અને સાંસદો ના સંપર્ક નંબરો પોતાના મોબાઈલમાં ફોન માં સેવ રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.

અને ટેલિફોન પર પણ વિવેકપૂર્ણ પ્રતિભાવ આપવા સામાન્ય વહીવટ વિભાગે લેખિત આદેશ કર્યો છે. કચેરીઓમાં બાબુ શાહી પર નિયંત્રણ લાવવા અને એમપી, એમએલએ લોકોના પ્રશ્નોને વર્ચસ્વ વધે તે માટે સરકારે પ્રથમ કેબિનેટ બાદ દર સોમવારે અને મંગળવારે અધિકારીઓને મિટિંગ નહિ રાખવા અને ધારાસભ્યોને રાહ જોવડાવ્યા વિના મુલાકાત આપવા સૂચના આપી હતી.

આ માટેનો લેખિત આદેશ બહાર પાડ્યા હતા હવે સામાન્ય વહીવટ વિભાગે પણ વધારાની સૂચનાઓ જારી કરી છે. સામાન્ય વહીવટ વિભાગ પરિપત્ર પ્રમાણે આપેલી સૂચના મુજબ અધિકારીઓએ સાંસદ અને ધારાસભ્યો ના સંપર્ક નંબરો ફોનમાં રાખવા પડશે અને જો ફોન ફરજીયાત કારણોસર ઉપાડી ન શકાય તો પછી તરત જ કોલ પણ કરવાનો રહેશે.

જનપ્રતિનિધી તરીકેનું માન પણ જળવાઈ રહે તે માટે પણ તાકીદ કરવામાં આવી છે. ધારાસભ્યો, સાંસદો અધિકારીને તેમની કચેરીમાં ઓર્ડર કરી પ્રજાના કામો સરકારની મુખ્ય પ્રાથમિકતા હોવાથી કચેરીઓમાં સરળતાથી નિકાલ થાય તે માટે પ્રજા તથા પ્રતિનિધિ, મંત્રીઓ અને અધિકારીઓને સહેલાઈથી મળી શકે તે માટે પૂરતું આયોજન કરવાના ભાગરૂપે આ સૂચના આપી હોવાનું પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud