• સમગ્ર ઘટનામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી મહિલા માંડ બચી
  • સમગ્ર વાત પર પોલીસ દ્વારા પડદો નાખીને ડ્રાઇવરની ચામડી બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે
  • કાર ચાલક પોલીસ કર્મી હોવાની અટકળો

WatchGujarat. સુરતમાં હિટ એન્ડ રનની ઘટના માંડ બનતા રહી ગઈ હતી. જેમાં ચોંકાવનારા સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે આ અકસ્માતમાં ડ્રાઇવિંગ કરનાર અન્ય કોઈ નહીં પણ એક પોલીસ કર્મચારી જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેના પર પડદો નાંખવા પોલીસ પણ પ્રયત્ન કરી રહી છે.

સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક કાર પુરપાટ ઝડપે આવે છે. અને એક દુકાન સાથે ધડાકાભેર અથડાય છે. જો કે અકસ્માતના સમયે જ એક મહિલા રસ્તો ક્રોસ કરી રહેલી પણ જોઈ શકાય છે. સદનસીબે આ મહિલાને અકસ્માત નડ્યો ન હતો.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ રસ્તા પર સામાન્ય રીતે અવરજવર ઘણી વધારે હોય છે. પણ અકસ્માત જયારે સર્જાયો ત્યારે લોકોની સંખ્યા બહુ ઓછી હતી. જેથી મોટી જાનહાની બનતા અટકી હતી. જોકે મોટી વાત એ છે કે ફોર વ્હીલ ગાડીનો ચાલક દારૂના નશામાં હોવાનું લોકોનું કહેવું હતું. અને ડ્રાઇવિંગ કરનાર બીજું કોઈ નહીં પરંતુ પોલીસનો જ કોઈ કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે.

જોકે સમગ્ર વાત પર પોલીસ દ્વારા પડદો નાખીને ડ્રાઇવરની ચામડી બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કાર જે દુકાનમાં અથડાઈ હતી તે દુકાનને ભારે નુકસાન પણ થયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈનો જીવ ગયો ન હતો. પણ જો લોકોની સંખ્યા વધારે હોટ તો મોટી જાનહાની પણ થઇ શકી હોટ.

સ્થાનિકોની માંગ છે કે આ અકસ્માત અંગે તટસ્થ તપાસ કરવામાં આવે અને દારૂના નશામાં આવી રીતે ગાડી ચલાવીને અન્યોના જીવ સામે જોખમ ઉભું કરનાર ડ્રાઈવર વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud