• સુરતમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે
  • સુરતના કતારગામ વિસ્તારમાં એક કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રોડની એક સાઈડથી બીજી સાઈડ આવી પલટી મારી ગઇ
  • કાર જ્યાં પલટી મારી ત્યાં ત્રણ યુવકો ઉભા હતા જેઓનો ચમત્કારિક બચાવ થયો
  • કાર જ્યાં પલટી મારી ત્યાં ત્રણ યુવકો ઉભા હતા
  • કાર પલટી મારી ગયા બાદ લોકોનું ટોળું ત્યાં એકઠું થઇ ગયું

WatchGujarat. સુરતના કતારગામ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. અહી એક કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગયી હતી. તો બીજી તરફ રોડની એક બાજુ ઉભેલા ત્રણ લોકોનો બચાવ થયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

સુરતમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં એક કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રોડની એક સાઈડથી બીજી સાઈડ આવી પલટી મારી ગઇ હતી. કાર જ્યાં પલટી મારી ત્યાં ત્રણ યુવકો ઉભા હતા, જેઓનો ચમત્કારિક બચાવ થયો હતો. બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. જેમાં આ સમગ્ર ઘટના જોઈ શકાય છે

કાર પલટી મારી ગયા બાદ લોકોનું ટોળું ત્યાં એકઠું થઇ ગયું હતું અને કારને સીધી કરવાનો પ્રયાસ કરાયો હતો. વધુમાં મળતી માહિતી મુજબ આ કાર બે નબીરા ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners