• સુરતમાં બાઇક પર આવી ચીલ ઝડપ બાદ હવે દુકાનમાં ઘુસીને ચીલ ઝડપના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા
  • ખટોદરા જી.આઈ.ડી.સી. ખાતે આવેલા નરેન્દ્ર ડાઈંગ મિલની સામે ઘરની બાહર 71 વર્ષીય ચંદ્રાકાંત મણીલાલ જરીવાલા શિલ્પા પ્રોવિઝન સ્ટોર ધરાવે છે
  • કાન પર મોઢે માસ્ક અને ટોપી પહેરેલો ઇસમ ચોકેલેટ લેવાના બહાને આવ્યો અને વાતોમાં ભેરવી દઇ સોનાની ચેઇન તોડીને નાસી છુટ્યો

WatchGujarat. સુરતમાં 71 વર્ષીય અને કરીયાણાની દુકાન ધરાવતા વૃદ્ધને ત્યાં દુકાન પર આવેલો ઇસમ પેન્ડલ વાળી 40 હજારની સોનાની ચેઈનની ચીલઝડપ કરી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. આ ઘટના બાદ તેઓએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે

સુરતમાં બાઈક પર આવી સ્નેચરો મોબાઈલ ફોન અને ચેઈનની ચીલઝડપ કરતા હોય છે. પરંતુ હવે તો દુકાનમાં જઈને ચીલઝડપની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ખટોદરા જી.આઈ.ડી.સી. ખાતે આવેલા નરેન્દ્ર ડાઈંગ મિલની સામે ઘરની બાહર 71 વર્ષીય ચંદ્રાકાંત મણીલાલ જરીવાલા શિલ્પા પ્રોવિઝન સ્ટોર ધરાવે છે. તેઓની દુકાન પર મોઢે માસ્ક અને ટોપી પહેરેલો ઇસમ ચોકેલેટ લેવાના બહાને આવ્યો હતો. અને બાદમાં આમ તેમ કરી વૃદ્ધે ગાળામાં પહેરેલી સોનાના પેન્ડલ વાળી 40 હજારની કિમતની સોનાની ચેઈન સ્નેચીગ કરી લીધી હતી અને દુકાનની બહાર ઉભેલા તેના સાગરિત સાથે બાઈક પર બેસી ધૂમ સ્ટાઈલમાં ફરાર થઇ ગયો હતો.

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે માત્ર 42 જ સેકન્ડમાં આરોપી વૃદ્ધ વેપારીના ગળામાંથી ચેઈન સ્નેચીગ કરી ફરાર થઇ જાય છે. વેપારી હજુ કાઈ સમજે તે પહેલા જ સ્નેચર તેના સાગરિત સાથે બાઈક પર બેસી ફરાર થઇ ગયો હતો

આ ઘટના બાદ વૃદ્ધે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ખટોદરા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં છાશવારે મોબાઈલ અને ચેઈન સ્નેચિંગની ઘટનાઓ સામે આવી રહી છે. રાહદારીઓને સ્નેચરો નિશાન બનાવતા હોય છે પરંતુ હવે તો દુકાનમાં ઘુસી સ્નેચરો ઘટનાને અંજામ આપી ફરાર થઇ જાય છે. ત્યારે આવા સ્નેચરો સામે પોલીસ કડક પગલા લે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.

Facebook Comments Box

Videos

Our Partners