સુરત શહેરમાં રાહદારીઓને નિશાન બનાવી તેઓના મોબાઈલ ફોન અથવા ચેઈન સ્નેચીગ કરી બાઈકર્સ ગેંગ ફરાર થઇ રહી છે
સુરતમાં આવા સ્નેચરોને જાણે પોલીસનો કોઈ જ ખોફ ન હોય અને પોલીસને તેઓ પડકાર ફેકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે
ભાઠેના ખરવરનગર પાસે આવેલી ખાડી પાસે એક ઇસમ બીઆરટીએસ રૂટને ક્રોસ કરીને આવે છે અને બાદમાં વાહનોની વચ્ચે આવી વાહનો ધીમાં કરાવે છે
બાઈક પર જતી મહિલાઓએ સોનાની ચેઈન કે મંગળસૂત્ર પહેર્યું હોય તેઓને ગળા પર બ્લેડ મારી ચેઈન સ્નેચીગ કે મંગળસૂત્ર લુંટવાની કોશિશ કરે છે
WatchGujarat. સુરતમાં દિવસે ને દિવસે મોબાઈલ સ્નેચીગ અને ચેઈન સ્નેચીગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે લોકોના ગળામાંથી ચેઈન સ્નેચીગ કરવાની કોશિશ કરતા ઇસમનો વિડીયો વાયરલ થયો છે. મળતી માહિતી પ્રમાણે ભાઠેના ખરવરનગર પાસે આવેલી ખાડી નજીકનો આ વિડીયો હોવાની ચર્ચા છે. રાજ્યના નવા નિમાયેલા ગૃહમંત્રી સુરતના છે. તેમને શહેરમાં જ જો ગુનેગારો આટલા બેફામ હોય તો અન્ય શહેરની હાલત કેવી થતી હશે તેનો અંદાજો લગાડવો મુશ્કેલ નથી.
https://twitter.com/WatchGujarat/status/1444961138173644804?s=20
સુરત શહેરમાં રાહદારીઓને નિશાન બનાવી તેઓના મોબાઈલ ફોન અથવા ચેઈન સ્નેચીગ કરી બાઈકર્સ ગેંગ ફરાર થઇ રહી છે. અને આ પ્રકારની ઘટનાની પોલીસ ફરિયાદ પણ રોજબરોજ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. પરંતુ સુરતમાં આવા સ્નેચરોને જાણે પોલીસનો કોઈ જ ખોફ ન હોય અને પોલીસને તેઓ પડકાર ફેકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અને સુરત શહેરમાં આવો જ એક વિડીયો વાયરલ થયો છે.
મળતી માહિતી મુજબ સુરતના ભાઠેના ખરવરનગર પાસે આવેલી ખાડી પાસે એક ઇસમ બીઆરટીએસ રૂટને ક્રોસ કરીને આવે છે અને બાદમાં વાહનોની વચ્ચે આવી વાહનો ધીમાં કરાવે છે અને ત્યારબાદ બાઈક પર બેસેલી મહિલાઓ કે જેઓ એ સોનાની ચેઈન કે મંગળસૂત્ર પહેર્યું હોય તેઓને ગળા પર બ્લેડ મારી ચેઈન સ્નેચીગ કે મંગળસૂત્ર લુંટવાની કોશિશ કરે છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો ત્યાં રહેલા એક નાગરિકે પોતાના મોબાઈલના કેમેરામાં કંડારી લીધો હતો. આ ઘટનાને અંજામ આપવા માટે બે લોકો હોય છે એક બીઆરટીએસ ઋટની સામેન સાઈડ પર બાઈક લઈને ઉભો રહે છે. અને બીજો ઇસમ ઘટનાને અંજામ આપી તેની સાથે બાઈક પર બેસી ફરાર થઇ જાય છે. જો કે, હવે આ ચેઇન સ્નેચીંગ માટેનો પ્રયાસ હતો કે પછી કોઇ માનસિક અસ્વસ્થ વ્યક્તિ દ્વારા અન્યને હેરાનગતી કરવામાં આવતી હતી તે તો પોલીસની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
લોકોએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ અહીં આવી પણ હતી અને રાઉન્ડ મારીને જતી રહી હતી. અહી દરરોજ મોબાઈલ કે ચેઈન સ્નેચીગની ઘટનાઓ સામે આવી રહી છે. અને જાણે પોલીસનો કોઈ જ ખોફ ન હોય તેમ આ લોકો રોડ પર ઉભા રહીને ઘટનાને અંજામ આપી રહ્યા છે.ત્યારે પોલીસ આ મામલે લાલ આંખ કરી આવા સ્નેચરોને ઝડપી પાડે તે જરૂરી બન્યું છે.