• દિવાળીને દિવસે જ બાળકીને તેના ઘરેથી નજીક લઇ આવવામાં આવી હતી
  • માસુમ બાળકીને મૃતદેહ મળી આવતા પોલીસે તેને પીએમ અર્થે ખસેડ્યો, ફોરેન્સીક ડોક્ટરે બળાત્કાર થયાની પુષ્ટિ કરી
  • પાંડેસરા પોલીસે સીસીટીવી કેમેરાની આધારે આરોપીની અટક કરી
  • 3 વર્ષ પહેલાં પણ આવી ઘટનાઓ સામાન્ય બની હતી ત્યારે પોલીસ દ્વારા અહીં સીસીટીવી બેસાડવા અને ઝાડી ઝાંખરા દૂર કરવા વાતો કરવામાં આવી હતી

WatchGujarat. સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક માસૂમ બાળકી પિંખાઈ ગઈ છે. પાંડેસરા વડોદ વિસ્તારમાં અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની હત્યા કરાયેલી લાશ ગઈકાલે મળી આવી હતી. પોલીસે આ મામલે હાલ આરોપીની અટકાયત કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, દિવાળીના દિવસે બાળકીને તેના ઘર નજીકથી લઈ જવાઇ હતી. ચાર દિવસ પછી બાળકીનો મૃતદેહ વડોદ ગામની ઝાડીમાંથી મળી આવ્યો હતો. બાળકીનું પોસ્ટમોર્ટમ કરનાર ફોરેન્સિક ડોકટર ગણેશ ગોવેકરે મીડિયાને જણાવ્યા પ્રમાણે બાળકી સાથે બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું.

બાળકી સાથે એ હદે હેવાનીયત કરવામાં આવી હતી કે તેના આંતરડા પણ બહાર આવી ગયા હતા. જોકે આ કેસમાં પાંડેસરા પોલીસને સફળતા હાથ લાગી છે. અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી મૂળ બિહારનો અને પાંડેસરા વડોદ વિસ્તારનો જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા પોલીસે સીસીટીવી કેમેરાની આધારે આરોપીની અટક કરી છે.

આજે પાંડેસરા પોલીસ દ્વારા વડોદ ગામના 36 સોસાયટીના લોકોને બોલાવીને સીસીટીવી કેમેરા બેસાડવા અને આવી ઘટના બનતી અટકાવવા જાગૃતિ લાવવા અપીલ કરી છે. નોંધનીય છે કે 3 વર્ષ પહેલાં પણ આવી ઘટનાઓ સામાન્ય બની હતી ત્યારે પોલીસ દ્વારા અહીં સીસીટીવી બેસાડવા અને ઝાડી ઝાંખરા દૂર કરવા વાતો કરવામાં આવી હતી. પણ તે માત્ર વાતો જ રહેતા વધુ એક બાળકી પિંખાઈ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud