• સુરતના પલસાણા નજીક ઇટારવા ગામે રહેતા શ્યામ પાસવાન ઓક્સિજન-સિલિન્ડર રિફિલિંગનું કામ કરે છે
  • નોકરી પુર્ણ કરી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો
  • અકસ્માતમાં ઘાયલ શ્યામને સમયસર સારવાર ન મળતા મૃત્યુ થયાનો પરિજનોનો આરોપ

WatchGujarat. પડતર પ્રશ્નોને લઈને રાજ્યભરમાં તબીબો હડતાળ પર છે. ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાળ ચાલી રહી છે. આ દરમ્યાન અક્સ્માતમાં ઘવાયેલા યુવકનું સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ના મળવાને લઈને મોત થયું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે  બીજી તરફ યુવકને મોત ને લઈને પરિવાર ચોધાર આંસુએ આક્રંદ કરતો દેખાયો હતો

સુરતના પલસાણા નજીક ઇટારવા ગામે રહેતા શ્યામ પાસવાન ઓક્સિજન-સિલિન્ડર રિફિલિંગનું કામ કરે છે. કંપનીમાંથી તે નોકરી પૂર્ણ કરીને પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. એ દરમિયાન રસ્તો ક્રોસ કરીને શાકભાજી લેવા માટે જઈ રહ્યો હતો. રોડ પરથી આવતી પૂરપાટ ઝડપે કારે તેને અડફેટે લેતાં તેને ગંભીર ઈજા થઈ હતી.

તેને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીજ્જ્યું હતું. યુવકના મોતને લઈને પરિવારે ગંભીર આક્ષેપ કર્યા હતા.

પરિવારે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલી ડોક્ટરની હડતાળને પગલે મૃતકને યોગ્ય સારવાર મળી નથી જેના કારણે તેનું મોત થયું છે. આ પ્રકારના ગંભીર આક્ષેપ થી ખળભળાટ મચ્યો છે.   કેસ પેપર કાઢતાં અને બીજી પ્રક્રિયામાં સમય પસાર થયો હતો. ત્યાર બાદ ડોક્ટરો દ્વારા કોઈને ફોન કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ઇન્જેક્શન મૂકવામાં આવ્યું હતું. ડોક્ટરે કહ્યું હતું કે નસીબ હશે તો તમારો ભાઈ બચી જશે. થોડા સમય બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. હડતાલ ન હોત અને બીજા મોટા સિનિયર ડોક્ટર હોત તો મારા ભાઈનો જીવ બચી શક્યો હોત.

વધુમાં મૃતક શ્યામ પાસવાન માત્ર 35 વર્ષનો હતો. તેની પાછળ પત્ની અને બે દીકરી છે. પત્ની અને બે દીકરી પિતાની છત્રછાયા ગુમાવતાં ચોધાર આંસુએ રડતાં જોવા મળ્યાં હતાં. પાસવાન પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય એ પ્રકારે આક્રંદ કરતાં દેખાયો હતો.

Facebook Comments Box

Videos

Our Partners