• સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ તારાચંદ કાસટે કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી રાજીનામુ ધરી દીધું
  • રાજીનામાં માં તેઓએ કોંગ્રેસમાં પરિવારવાદ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તેવું લખ્યું
  • વિધાનસભા ચૂંટણી નજીક આવતા પહેલા જ કોંગ્રેસમાં છુટા થઇ રહેલા કાર્યકરો પક્ષની નબળાઈ બતાવી રહ્યા છે

WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સુરતમાં કહીએ કે ગુજરાતમાં કોંગ્રેસના સૂપડા સાફ થતા દેખાઈ રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે બધી પાર્ટીઓ દ્વારા હવે સંગઠનને મજબૂત બનાવવા પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે પહેલાથી વિકેરાયેલી કોંગ્રેસ પાર્ટી હજી વધુ વિખેરાતી દેખાઈ રહી છે.

તાજેતરમાં જ સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ તારાચંદ કાસટે કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી રાજીનામુ ધરી દીધું છે. તારાચંદ કાંસર્ટ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને લેખિતમાં રાજીનામુ મોકલાવ્યું છે. આ ફક્ત રાજીનામુ નહીં પણ નારાજીનામું વધારે હોય તેવું લાગી રહ્યું છે.

રાજીનામામાં તારાચંદ કાસટે કોંગ્રેસ પર કેટલાક ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તેમણે આપેલા રાજીનામાં માં તેઓએ કોંગ્રેસમાં પરિવારવાદ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તેવું લખ્યું છે. સાથે જ તેઓએ જણાવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીમાં અનુશાશનની કમી છે. પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે કોંગ્રેસના નેતાઓ સરકારનો પ્રબળ વિરોધ કરવામાં નિષ્ફ્ળ ગયા છે. લોકોમાં હવે કોંગ્રેસ પ્રત્યે આસ્થા અને વિશ્વાસ ઓછો થવા લાગ્યો છે.

આવા કારણો આપીને કોંગ્રેસના ઉપપ્રમુખ દ્વારા રાજીનામુ ધરવામાં આવ્યું છે. આમ, વિધાનસભા ચૂંટણી નજીક આવતા પહેલા જ કોંગ્રેસમાં છુટા થઇ રહેલા કાર્યકરો પક્ષની નબળાઈ બતાવી રહ્યા છે. અત્યારસુધી મુખ્ય પાર્ટીમાં ગણાતી કોંગ્રેસ પાર્ટીને પોતાનું વજૂદ જાળવી રાખવું પણ મુશ્કેલ દેખાઈ રહ્યું છે.

ખુદ કોંગ્રેસના જ પાયાના કાર્યકરો દ્વારા પાર્ટી પર આ પ્રકારે આક્ષેપો કરીને જો પાર્ટી સાથે છેડો ફાડવામાં આવી રહ્યો હોય તો પક્ષ દ્વારા આ ઉપર મનોમંથન કરવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud