પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીમાં કોરોનાની વેક્સીનેશનનો રેકોર્ડ બનાવાયો
રેકોર્ડની લ્હાયમાં કેટલીય જગ્યાઓ પર વેક્સીન લીધા વગર સર્ટિફિકેટ ઇશ્યું કરાતા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો
મામલે આરોગ્ય અધિકારીએ યોગ્ય કાર્યવાહી કરવાનું આપ્યું સુચન
WatchGujarat. પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસના રોજ મહારસીકરણ અભિયાન અંતર્ગત દેશભરમાં રેકોર્ડ સર્જાયો હતો. દેશભરમાં રેકોર્ડબ્રેક રસીકરણ કરવામાં આવ્યું હતુ. ત્યારે સુરત શહેરમાં પણ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે રસીકરણ કરવામાં આવ્યું હોવાનો રેકોર્ડ થયો છે.
જોકે આ રેકોર્ડ કયા આધાર પર થયો છે તેના પર પણ સવાલ ઉભો થાય છે. કારણ કે આ રેકોર્ડ પછી વોચ ગુજરાત પાસે સુરતના અનેક એવા સ્થાનિકોની ફરિયાદ આવી છે, જેમાં લોકોએ વેકસિન લીધી જ નથી છતાં તેમના સર્ટિફિકેટ બની ગયા છે. આમ તો આ નવી વાત નથી કે વેકસિન લીધી વિના જ લોકોને મોબાઈલ પર વેકસિન લીધી હોવાનું સર્ટિફિકેટ મળી ગયું હોય, પરંતુ જ્યારે રેકોર્ડની વાત આવે ત્યારે એવું ફલીત થઈ રહ્યું છે કે રેકોર્ડ બ્રેક કરવાની લ્હાયમાં ક્યાંક કોર્પોરેશને કાચું બાફ્યુ છે.
સ્થાનિકે જણાવ્યું કે, તેઓએ તેમની પત્નીના પહેલા ડોઝ માટે માત્ર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હજી એપોઈમેન્ટ લેવાની પણ બાકી હતી. તેમના પત્ની વડોદરા ગયા હતા. ત્યાં જ તેમના પર રાંદેર ઝોનમાંથી મેસેજ આવી ગયો કે તેમની પત્નીને વેકસિન મળી ગઈ છે. જે જોઈને તેઓ પણ ચોંકી ગયા હતા. જ્યારે તેમને વેકસિન સેન્ટર પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો સર્ટિફિકેટમાં કોઈપણ સેન્ટરનું નામ જણાવવામાં આવ્યું નહોતું. ટેક્નિકલ ટીમનો સંપર્ક પણ થઈ શક્યો ન હતો. જોકે આ પરિવાર એટલા માટે મૂંઝવણમાં છે કારણ કે પહેલો ડોઝ મળ્યો હોવાનું સર્ટિફિકેટ વેકસિન લીધા વગર જ તેમને મળી જતા હવે તેમને વાસ્તવમાં વેકસિન મળશે કે નહીં.
બીજી તરફ એક સિનિયર સીટીઝન દંપતી સાથે પણ આવું જ બન્યું હતું. તેઓએ વેકસિનનો પહેલો ડોઝ લીધો હતો. બીજો ડોઝ લેવા માટે તેઓએ એપોઈમેન્ટ લીધી હતી. જોકે વેકસિન લીધા વિના જ તેમને સર્ટિફિકેટ મળી ગયું.
આમ, આવા એક નહિ પણ અનેક કિસ્સાઓ એવા સામે છે જેઓને વેકસિન લીધા વિના જ સર્ટિફિકેટ મળી ગયું છે. ત્યારે લોકોમાં એક સવાલ એ પણ ઉભો થઇ રહ્યો છે કે વેકસીનેશન માટે રેકોર્ડ કરવાની હોડમાં કોર્પોરેશને ટેક્નિકલ ગૂંચનું બહાનું ઉભું કરીને ક્યાંક આવા બોગસ વેકસિનના આંકડા તો નહીં ઉભા કર્યા હોય ને. આ અંગે આરોગ્ય અધિકારીનો સંપર્ક કરતા તેઓ આ અંગે યોગ્ય તપાસ કરાશે તેવી ખાતરી આપી હતી.
- પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીમાં કોરોનાની વેક્સીનેશનનો રેકોર્ડ બનાવાયો
- રેકોર્ડની લ્હાયમાં કેટલીય જગ્યાઓ પર વેક્સીન લીધા વગર સર્ટિફિકેટ ઇશ્યું કરાતા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો
- મામલે આરોગ્ય અધિકારીએ યોગ્ય કાર્યવાહી કરવાનું આપ્યું સુચન