• આગામી 45 દિવસ સુરત માટે જોખમી હોવાની ચેતવણી આપી
  • ફરજીયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવું, વારંવાર હાથ ધોવા
  • શહેરીજનોને કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું

Watchgujarat.સુરતમાં કોરોનાના અને ઓમીક્રોનના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. રોજ આ આંકડા નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. જેને જોઈને લાગે છે કે આ ત્રીજી લહેરની શરૂઆત જ છે. કેસોની વધતી ગંભીરતાને લઈને મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ આગામી 45 દિવસ સુરત માટે જોખમી હોવાની ચેતવણી આપી દીધી છે.

ત્યારે સુરત મહાનગરપાલિકા ના જનસંપર્ક વિભાગ દ્વારા પણ સુરતીઓના હિતમાં એક સંદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં શહેરીજનોને કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે.

આવનારા 45 દિવસ માટે ફરજીયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવું, વારંવાર હાથ ધોવા, ઇન્ડોર સ્થળોએ જ્યાં વેન્ટીલેશન ન હોય કે એસીનો ઉપયોગ થતો હોય તેવા હોટેલ, રેસ્ટોરન્ટ, જિમ, લાયબ્રેરી, થિયેટર જેવા સ્થળોએ ન જવા અપીલ કરવામાં આવી છે.

એટલું જ નહીં ઓમીક્રોન વાયરસને પણ સહજતાથી ન લેવા શહેરીજનોને જણાવવામાં આવ્યું છે. કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા પ્રમાણે આવનારા 45 દિવસ ખૂબ મહત્વના છે, જેમાં શહેરીજનોને સતર્કતા અને ગંભીરતાથી લેવાની જરૂર છે.

હોસ્પિટલાઇઝેશન નથી થતું એનો અર્થ એ નથી કે તેને હળવાશ થી લેવો. શહેરીજનોએ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરીને જ કોરોનાથી સુરક્ષિત રહેવા જણાવવામાં આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud