• સુરત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ અને પાંચ ચેક પોસ્ટ પર કે જ્યાંથી અન્ય રાજ્યોના શહેરોના લોકો સુરત પ્રવેશે છે
  • બહારથી આવતા લોકો પાસે ફરજીયાત વેક્સિનેશનનું સર્ટિફિકેટ કે પછી આરટીપીસીઆર ટેસ્ટનો આગ્રહ
  • લોકોનું વેક્સિનેશન થાય તે માટે કોર્પોરેશને નોક ઘી ડોર અભિયાન પણ હાથ ધરાર્યું

WatchGujarat. દિવાળી પછી હવે વેકેશનનો માહોલ પણ ધીરે ધીરે પૂર્ણ થવા આવી રહ્યો છે. તેવામાં પોતાના મૂળ વતન કે બહાર હરવા ફરવા ગયેલા સુરતીઓ હવે પાછા ફરી રહ્યા છે. ત્યારે કોરોનાના કેસો ફરી ન વકરે તે માટે સુરત મહાનગરપાલીકાનું આરોગ્ય વિભાગ એલર્ટ છે. ખાસ કરીને અન્ય રાજ્યોમાં જઈને જયારે સુરતીઓ પરત ફરી રહ્યા છે, ત્યારે કોર્પોરેશને શહેરના એન્ટ્રી પોઇન્ટ પર ચેકીંગ વ્યવસ્થા સઘન બનાવી છે.

સુરત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ અને પાંચ ચેક પોસ્ટ પર કે જ્યાંથી અન્ય રાજ્યોના શહેરોના લોકો સુરત પ્રવેશે છે. તે સ્થળે પાલિકાના આરોગ્ય વિભાગની ટિમો તૈનાત કરી દેવામાં આવી છે. અને બહારથી આવતા લોકો પાસે ફરજીયાત વેક્સિનેશનનું સર્ટિફિકેટ કે પછી આરટીપીસીઆર ટેસ્ટનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે.

આ સાથે જ કોરોના વેક્સિનેશનની કામગીરી પણ સઘન કરી દેવામાં આવી છે. આજે પણ સુરતના 138 સેન્ટરો પરથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી કોરોનાના કેસોની વાત છે તો સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા 1,43,938 થઇ ગઈ છે. લોકોનું વેક્સિનેશન થાય તે માટે કોર્પોરેશને નોક ઘી ડોર અભિયાન પણ હાથ ધર્યું છે.

પાલિકાએ રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન સહીત શહેરના એન્ટ્રી પોઇન્ટ જેમાં જહાંગીરપુરા, વાલક , પલસાણા, અને કડોદરાની ચેક પોસ્ટ પર ધન્વંતરિ રથ તથા મોબાઈલ ટેસ્ટિંગ બસને સ્ટેન્ડબાય રાખીને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે. જો મુસાફરોએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા હોય તો તે સર્ટિફિકેટ પણ ચકાસવામાં આવી રહ્યા છે. શહેરમાં કોરોના સંક્ર્મણ ફરી ન વકરે તે માટે પાલિકા દ્વારા આ ખાસ પગલાં ભરવામાં આવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud