સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એલ.આર.ડી જવાનોએ ફરિયાદી પાસે પૈસા માંગ્યા
પૈસા આપે તો અરજીનો નિકાલ અને નહિ આપે તો ગુનો દાખલ કરવાની ધમકી આપતા ફરિયાદી એન્ટી કરપ્શન બ્યુરોના દ્વારા ખટખટાવ્યા
લાંચના છટકામાં એક એલ.આર.ડી. જવાન ઝડપાયો, અન્ય એક ભાગી જવામાં સફળ રહ્યો
WatchGujarat. સુરતના સિટી લાઈટ વિસ્તારમાં જમનાનગર પોલીસ ચોકી આગળ અણુવ્રત દ્વાર પાસે જાહેરમાં લાંચ લેતા બે લોક રક્ષક દળના જવાનને એસીબીએ રંગેહાથે ઝડપી પાડ્યા છે. અરજીનો નિકાલ કરવા રૂપિયા 20 હજારની માગણી કરી રૂપિયા નહિ આપો તો ગુનો દાખલ કરીશ એમ કહેતા ફરિયાદીએ એસીબીની મદદ માંગી હોવાનું બહાર આવ્યું છે.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનસાર, એજાઝ હુસેનભાઈ જુનેજા (લોકરક્ષક વર્ગ-૩ ઉમરા પોલીસ સ્ટેશન) અને અમીતભાઈ ધીરૂભાઈ રબારી (લોકરક્ષક વર્ગ-૩ ઉમરા પોલીસ સ્ટેશન) એલ.આર.ડી. તરીકે ફરજ બજાવે છે. લાંચ લેતા ઝડપાયેલ પોલીસ કર્મચારી ઉમરા પોલોસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું અને પૈસાની લેવડ દેવડ બાબતની અરજીની તપાસ કરતા હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ જો આ અરજીનો નિકાલ કરવો હોય તો રૂપિયા 20 હજાર આપવા પડશે અને નહીં આપે તો ગુનો દાખલ થશે. તેવી ધમકી આપતા ફરિયાદીએ એસીબીના દ્વાર ખખડાવ્યા હતા. ફરીયાદીની ફરીયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
આરોપીએ ફરીયાદી સાથે મોબાઇલ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચિયા પોલીસ કર્મચારી (1) એજાઝ હુસેનભાઈ જુનેજા લોકરક્ષક વર્ગ-3 ઉમરા પોલીસ સ્ટેશન આરોપી નં.(2) અમીતભાઈ ધીરૂભાઈ રબારી લોકરક્ષક વર્ગ-3 ઉમરા પોલીસ સ્ટેશન બન્ને લાંચની રકમ રૂપિયા 20 હજાર લેતા ઝડપાયા ગયા હતા.આરોપી એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપી અમીતભાઈ ધીરૂભાઈ રબારી પકડાય ગયો હતો. જ્યારે એજાઝ હુસેનભાઈ જુનેજા ભાગી જવામાં સફળ થયો છે.