• વકીલોની મધ્યસ્તાથી દાંમ્પત્ય જીવનની કેડી પર ફરી સાથે ચાલવા રાજી થયા
  • બંનેએ ખેતીની આવકમાંથી સંતાનોને પણ હિસ્સો આપવાની શરતે સમાધાન કર્યું
  • 2004થી કોર્ટમાં કેસ ચાલતો હતો,જેનો 2021માં અંત આવ્યો

WatchGujarat. પતિ-પત્નીનાં જીવનમાં તકરાર થવાનાં અનેક કિસ્સાઓ સામે આવે છે અને અમુક સમયે તકરાર વધી જતાં જુદા થવાનો પણ નિર્ણય લે છે. પરંતુ ભાગ્યે જ સાંભળવા મળતું હશે કે પતિ-પત્ની અલગ થયા પછી ભેગા થયા હોય અને એ પણ 17 વર્ષ પછી કોઇ દંપતી એક થાય એવું તો લગભગ સાંભળ્યુ નહીં હોય. પરંતુ સુરતમાં એક વિચારે ફરીથી દંપતી એક થયું. ‘ત્રણેય સંતાનો પરણી ગયાં, જીવનનો પણ છેલ્લો તબક્કો છે ત્યારે ઝઘડો ક્યાં સુધી?’ આ વિચારે 17 વર્ષથી અલગ રહેતા સુરતનું દંપતી એક થયું

મળતી માહિતી મુજબ ડિંડોલીમાં રહેતા અને 60 વિતાવી ચૂકેલા વૃદ્ધ દંપતીના જીવનના ખટરાગનો અંત 17 વર્ષ પછી આવ્યો છે. મંગળવારે કોર્ટમાં શરતો સાથે બંનેએ એવું સમાધાન કર્યું કે, ત્રણેય સંતાનો પરણી ગયાં છે. જીવનનો છેલ્લો તબક્કો છે ત્યારે ઝઘડો ક્યાં સુધી કરવાનો. 2004થી કોર્ટમાં કેસ ચાલતો હતો. આ દરમિયાન 39 વર્ષીય દીકરા સહિત 3 સંતાનના લગ્ન પણ થઈ ગયા.

મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ મુંબઇ રહેતા રમેશનાં લગ્ન સુરતની અમિતા (નામ બદલ્યા છે) સાથે વર્ષ 1985માં થયા હતા. શરૂઆતમાં સુખમય લગ્નજીવન વચ્ચે 3 સંતાનો અવતર્યા. પણ 2003માં ઝઘડાંની શરૂઆત થઈ અને 2004માં પત્ની બાળકો સાથે સુરત આવી ગઈ. ત્યારબાદ ભરણપોષણનો કેસ કર્યો હતો. વકીલે 3 વાર અરજી કરી હતી છેલ્લે 8 હજારનો હુકમ કોર્ટે કર્યો હતો. પતિ અને પત્ની જુદા રહેવા લાગ્યા ત્યારે સંતાનો સગીર હતા. મોટા દીકરાની ઉમંર 17 વર્ષ હતી અને અન્ય 2 દીકરા 14 અને 12 વર્ષના હતા. આ દરમિયાન પત્નીએ સગીર દીકરા અને પોતાના માટે ભરણપોષણની કરેલી અરજી મંજૂર રહેતા ગુજરાન ચાલતું હતું. બાદમાં દીકરા નોકરી કરવા લાગ્યા હતા અને લગ્નની ઉમંર થતાં ત્રણેયના લગ્ન પણ કરી દેવાયા હતા.અલબત્ત, દરેક લગ્નોમાં બંનેની હાજરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પતિ મુંબઇની પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા હતા ત્યારે રેગ્યુલર ખાધાખોરાકી ચૂકવી હતી. નિવૃત્ત થતાં સમાધાનની વાત કરી તો પત્ની રાજી થઇ. સમાધાન એવું થયું કે, હવે સંતાન પરણી ગયા છે અને જીવનનો છેલ્લો તબક્કો છે ત્યારે ઝઘડો ક્યાં સુધી કરવાનો. બંનેએ ખેતીની આવકમાંથી સંતાનોને પણ હિસ્સો આપવાની શરતે સમાધાન કરી લીધું હતું.જીવનના અંતિમ દિવસો સાથે વીતાવવાના આશ્રય સાથે વકીલોની મધ્યસ્તાથી દંપતિ જીવનની કેડી પર ફરી સાથે ચાલવા રાજી થયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud