• ગુરુવારે આવેલા કેસોમાં 15 વિદ્યાર્થીઓ પોઝીટીવ થયા
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 331 નોંધાઈ
  • સ્કુલોમાં એસઓપીનું પાલન થાય છે કે કેમ તે સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી રહી છે

WatchGujarat. સુરતમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે અને ખાસ કરીને શાળાઓમાં વિદ્યાર્થીઓ પોઝીટીવ આવી રહ્યા છે જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓની અંદર ટેસ્ટીંગ શરુ કરવામાં આવ્યું છે. ધન્વતરી રથ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતના સ્ટાફનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.

સુરત શહેરમાં કોરોના ફરી ટોપ ગીયરમાં હોય તેમ લાગી રહ્યું છે. ગુરૂવારે શહેરમાં 74 અને જિલ્લામાં 03 કેસ સાથે વધુ 77 કેસ નોંધાયા છે. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144537 થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2118 થયો છે. ગુરૂવારે શહેર-જિલ્લામાંથી 06 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં 142088 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 331 નોંધાઈ છે.

ગુરુવારે આવેલા કેસોમાં 15 વિદ્યાર્થીઓ પોઝીટીવ થયા હતા. જેમાં શાળાની અંદર 10 અને કોલેજના 5 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓની અંદર ટેસ્ટીંગ સધન કરવામાં આવ્યું છે. જો કે બાળકોને હળવા લક્ષણ હોવાથી કેટલાક કિસ્સામાં પોઝીટીવ રીપોર્ટ બાદ પણ બાળકને કોરોનાના કોઈ ચિન્હ દેખાયા નથી.

આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ પોઝીટીવ આવી રહ્યા છે. જેને લઈને સુરતની અંદર દરેક સ્કુલોમાં ટેસ્ટીંગ વધારવામાં આવી રહ્યું છે. ધન્વતરી રથ દ્વારા આરટીપીસીઆર અને રેપીડ ટેસ્ટ બંને કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સ્કુલોમાં એસઓપીનું પાલન થાય છે કે કેમ તે સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકોએ પણ તકેદારી રાખવી જરૂરી છે.

Facebook Comments Box

Videos

Our Partners