મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેને એક ટેક્સ મેસેજ કર્યો હતો
મામલે મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ શરુ કરી
આરોપીનું લોકેશન સુરતનું મળતા સ્થાનિકને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે જાણ કરાઇ
WatchGujarat. મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેને એક ટેક્સ્ટ મેસેજ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની તપાસ કરી રહેલી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને આરોપીનું લોકેશન સુરત મળતા મામલો સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવ્યો હતો. તપાસ સોંપાતાની સાથે જ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી.
મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેને એક ટેક્સ મેસેજ કર્યો હતો. જેમાં આઈ વિલ કિલ યુ લખેલું હતું. મહારાષ્ટ્રના મંત્રીને ધમકી મળતા જ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી. અને હાઇપ્રોફાઇલ ધમકી કેસમાં તપાસ શરૂ કરી દીધી હતી. તપાસ દરમિયાન મંત્રીને એસએમએસ કરનારનું લોકેશન સુરતનું મળી આવ્યું હતું. સુરતનું લોકેશન મળતા જ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે સંકલન સાધીને હાઇ પ્રોફાઇલ કેસની તપાસનો દોર લંબાવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં જ આરોપીની સુરત સ્ટેશન પરથી અટકાયત કરી લીધી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં પ્રાપ્ત આરોપીની પ્રાથમિક માહિતી પ્રમાણે તેનું નામ ધનંજય ગોકુળ નિકમ 23 રહે.શાહપુર,અમલનેર,જલગાંવ છે અને તે બીએસસીનો અભ્યાસ કર્યો છે.
રૂા.4500 શિષ્યવૃત્તિ લેવાની બાકી હતી અને તેને પૈસાની જરૂર હતી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેને મહારાષ્ટ્ર સરકાર માંથી 4500 રૂપિયાની શિષ્યવૃત્તિ લેવાની બાકી હતી. પરંતુ તે મળી ન હતી. આ માટે તે આદિત્યને મળવા પણ ગયો હતો. પરંતુ સંપર્ક થયો ન હતો. જેથી આખરે તેણે ગૂગલ પરથી નંબર શોધી ટેક્સ મેસેજમાં આઈ વિલ કિલ યુ લખીને મેસેજ કરી દીધો હતો. આરોપી ત્યાંથી સુરત આવ્યો હતો અને સુરતથી તે જલગાવ જવાનો હતો પરંતું તે પહેલાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી. અને તેનો કબજો મુંબઇ પોલિસને સોંપ્યો હતો.
- મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેને એક ટેક્સ મેસેજ કર્યો હતો
- મામલે મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ શરુ કરી
- આરોપીનું લોકેશન સુરતનું મળતા સ્થાનિકને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે જાણ કરાઇ