સુરત શહેરમાંથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો દોડતો થયો
ગત રોજ પણ એક રીક્ષા ચાલકની હત્યા કરાયેલી લાશ સુરતમાંથી મળી આવી હતી.
સુરતમાં બે દિવસમાં બે હત્યાના બનાવને લઈ ચકચાર મચી જવા પામી છે
WatchGujarat. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. સુરતના પાંડેસરા સ્થીત શ્રીરામનગરમાં આવેલા એક ઘરમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. યુવકની લાશ મળી આવતા ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. બીજી તરફ લોકો દ્વારા બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવકની લાશને પીએમ અર્થે ખસેડી હતી. તેમજ મૃતક યુવક કોણ છે અને તેની હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. વધુમાં બનાવના પગલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગતરોજ કમેલા દરવાજા પાસે એક રીક્ષા ચાલકની પણ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પીએમ રીપોર્ટમાં તેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે. ત્યારે સુરતમાં બે દિવસમાં બે હત્યાના બનાવની ચકચાર મચી જવા પામી છે.