• સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય કિશોરી ધો. 10માં અભ્યાસ કરે છે
  • ઘર પાસે રહેતા  ચેતન દીપક અગ્રાવતે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી
  • યુવકે કિશોરી સાથે શરીર સબંધ બાંધ્યા બાદ તેણીને તરછોડી દીધી

WatchGujarat. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી અને ધો.10 માં અભ્યાસ કરતી કિશોરીને તેના ઘર પાસે રહેતા યુવકે પ્રેમજાળમાં ફસાવી શરીર સબંધ બાંધ્યા હતા એટલું જ નહી કિશોરીને ગર્ભ રહી જતા તેણીને તરછોડી દીધી હતી. આ બનાવ અંગે કિશોરીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય કિશોરી ધો. 10માં અભ્યાસ કરે છે. તેના ઘર પાસે રહેતા  ચેતન દીપક અગ્રાવતે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. અને બાદમાં તેણીને મોલમાં ફરવા પણ લઇ જતો હતો. યુવકે કિશોરી સાથે શરીર સબંધ બાંધતા તેણીને ગર્ભ રહી ગયો હતો. આ ઘટનાની જાણ કિશોરીએ યુવકને કરતા યુવકે તેણીને તરછોડી દીધી હતી. જેથી સમગ્ર બનાવની જાણ કિશોરીએ પરિવારજનોને કરી હતી. આ ઘટના બાદ કિશોરીના પરિવારજનોએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી ચેતન રત્નકલાકાર તરીકે કામ કરે છે.  ઉલ્લેખનીય છે કે ચેતને તરછોડતા આઘાતમાં મિતાલી હાલ તેની બોર્ડની પરીક્ષા ચાલતી હોવા છતાં આપી શકી નહોતી.

પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે. તેમજ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કિશોરીઓ પ્રેમજાળમાં ફસાઈને ના કરવાનું કરી બેસે છે જેથી તેઓને આખી જિંદગી પસ્તાવવાનો વારો આવે છે. આ ઘટના પણ કિશોરીઓ માટે લાલબતી સમાન છે.

Facebook Comments Box

Videos

Our Partners