• સુરતથી શારજાહ ઓપરેટ થતી ફ્લાઈટમાં અગાઉ પણ દાણચોરીના અનેક કેસ નોંધાયા
  • રવિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ શારજાહથી સુરત આવતી ફ્લાઇટ લેન્ડ થઇ
  • કસ્ટમ વિભાગે વધુ એકવાર દાણચોરીનો એક કેસ પકડ્યો, જેમાં વૃદ્ધ દંપતિના કબ્જામાંથી 1 કિલો 900 ગ્રામ સોનુ પકડી પાડવામાં આવ્યું

WatchGujarat. કોરોનાના કેસો ઓછા થયા બાદ પ્રતિબંધો હળવા થયા છે. આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો પરથી પણ ધીરે ધીરે પ્રતિબંધો હળવા થતા હવે રેગ્યુલર ફ્લાઈટ્સ ઓપરેટ થઇ રહી છે. ત્યારે આવામાં ફરી એકવાર કસ્ટમ વિભાગ એક્શનમાં આવ્યું છે. અને ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં થતી દાણચોરી અટકાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

સુરતથી શારજાહ ઓપરેટ થતી ફ્લાઈટમાં આ પહેલા પણ દાણચોરીના અનેક કેસ નોંધાયા છે. ત્યારે કસ્ટમ વિભાગ આ ફ્લાઇટમાં અવરજવર કરતા પેસેજનર પર ખાસ નજર રાખતી હોય છે. ત્યારે કસ્ટમ વિભાગે વધુ એકવાર દાણચોરીનો એક કેસ પકડ્યો છે. જેમાં વૃદ્ધ દંપતિના કબ્જામાંથી 1 કિલો 900 ગ્રામ સોનુ પકડી પાડવામાં આવ્યું છે. જેમાં કેપ્સુલના રૂપમાં સોનુ સંતાડીને લાવવાની કોશિશ કરવામાં આવી હતી. પકડાયેલા સોનાની કિંમત અંદાજે 1.01 કરોડ હોવાની માહિતી સામે આવી છે.

રવિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ શારજાહથી સુરત આવતી ફ્લાઇટ લેન્ડ થઇ હતી. જેમાંથી મુસાફરો એરપોર્ટની બહાર ઉતરીને આવી રહ્યા હતા. તે દરમ્યાન મુંબઈના ઇકબાલ અને સુગરા નામના વ્યક્તિને શંકાના આધારે અટકાવવામાં આવ્યા હતા. જેમની બેગ તપાસતા તેમાંથી સોનુ મળી આવ્યું હતું. જેથી બંનેની પુછપરછ શરૂ કરવામાં આવી હતી.

પૂછપરછ દરમ્યાન તેઓ રડવા લાગ્યા હતા. અને તેઓએ દાણચોરીની વાત સ્વીકારી હતી. મુંબઈના આ બંને દંપતીએ ગુદાના ભાગમાં 4 અને 2 એમ છ કેપ્સુલ છુપાવી હતી. જેનું કુલ વજન 1 કિલો 900 ગ્રામ હતું. આ સોનાની બજાર કિંમત 1.01 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. બંને એ જાતે જ તેમના શરીરમાં છુપાવવામાં આવેલી કેપ્સુલ કાઢીને કસ્ટમ વિભાગને સોંપી હતી.

Facebook Comments Box

Videos

Our Partners