• અઠવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ખાટકી વાડમાં હાથમાં રેમ્બો છરા સાથે યુવકો ડાન્સ કર્યો
  • બાર ડાન્સર બે મહિલાને પણ વીડિયોમાં જોઈ શકાય છે
  • વાયરલ થયેલા વીડિયોને આધારે આ વિડીયો ક્યાંનો છે અને તેમાં ડાન્સ કરતા શખ્સો કોણ છે, તે તમામ અંગે તપાસ કરીને કાર્યવાહી શરૂ – પીઆઇ

WatchGujarat. જાહેરમાં જન્મદિવસની ઉજવણી પર બ્રેક હોવા છતાં અવારનવાર તેના લીરેલીરા ઉડતા હોવાના બનાવો અને વિડીયો સામે આવે છે. આવો જ વધુ એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલા ખાટકી વાડ નો હોવાનું સામે આવ્યું છે. જેમાં વીડિયોમાં જોઈ શકાય છે કે બર્થ ડે સલિબ્રેશન દરમ્યાન ડાન્સરોને બોલાવીને બાળકોની હાજરીમાં હથિયારો સાથે ડાન્સ કરવામાં આવી રહ્યો છે.

અઠવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ખાટકી વાડમાં હાથમાં રેમ્બો છરા સાથે યુવકો ડાન્સ કરી રહ્યા છે. બાર ડાન્સર બે મહિલાને પણ વીડિયોમાં જોઈ શકાય છે. ઘરના આંગણામાં જ આ પાર્ટીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે.

આ પહેલા પણ આવી રીતે ડાન્સ બારની ડાન્સરો બોલાવીને જાહેરનામાનો ભંગ કરીને જાહેરમાં ડાન્સ કરવાના અનેક વિડીયો વાયરલ થયા છે. આ વિડીયો અંગે અઠવા પોલીસ મથકના પીઆઇ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાયરલ થયેલા વીડિયોને આધારે આ વિડીયો ક્યાંનો છે અને તેમાં ડાન્સ કરતા શખ્સો કોણ છે, તે તમામ અંગે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud